અબડાસાના પૂર્વ ધારાસભ્ય જયંતી ભાનુશાલીની ગત મોડી રાત્રે ભુજથી દાદર જતી સયાજીનગરી એક્સપ્રેસમાં ગોળી મારી હત્યા કરી દેવાતાં કચ્છ સહિત સમગ્ર રાજ્યમાં ભારે ખળભળાટ મચી ગયો છે. પ્રાથમિક અહેવાલો અનુસાર રાત્રે દોઢેક વાગ્યાના અરસામાં AC કોચમાં ગોળી મારી તેમની હત્યા કરી દેવાઈ હતી. તેમને છાતી અને મોં પર ગોળી મારવામાં આવી હતી. જેમાં તેમનું મોત નીપજ્યું હતું. કટારીયા અને સૂરજબારી રેલવે સ્ટેશન નજીક ચાલતી ટ્રેનમાં આ હત્યા કરાઈ હોવાના અહેવાલો છે. બનાવ અંગે જાણ થતાં રાત્રે બે વાગ્યાના અરસામાં ટ્રેનને માળિયા રેલવે સ્ટેશન ખાતે થોભાવાઈ હતી અને તપાસ માટે રેલવે પોલીસ દોડી ગઈ હતી. જયંતી ભાનુશાલી ભાજપના અગ્રણી નેતા હતા. તેમની હત્યાએ અનેક સવાલો સર્જ્યાં છે. ઘટના અંગે વધુ વિગતોની રાહ જોવાય છે.
મયુર રાવલ હળવદ
મો 9909458555
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



