ભુજ કચ્છ: ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક જે.કે.જયસ્વાલ સાહેબની સુચનાથી ઈન્ચા૫ર્જ પોલીસ ઇન્સપેકટર એમ.બી.ઔસુરાના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી.ના પો.સબ ઇન્સ. એચ.એસ.તીવારી તથા સ્ટાફના સભ્યો માંડવી પો.સ્ટે. વિસ્તારમાં નાઇટ પેટ્રોલીંગમાં હતા દરમ્યાન ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે, બીદડા ગામનો રહેવાસી સહદેવસિંહ ઉમેદસિંહ જાડેજા જે ગે.કા.રીતે ઇંગ્લીશ દારૂનુ વેંચાણ કરે છે અને આ સહદેવસિંહ જાડેજા પોતાના કબ્જાના ટેમ્પામાં ઇંગ્લીશ દારૂનો જથ્થો ભરી માંડવી તાલુકાના ખાખર ગામથી બીદડા ગામના ક્રિકેટના ગ્રાઉન્ડ પાસે કાચા રસ્તે નીકળનાર છે, જે મળેલ અત્યંત ભરોસા લાયક બાતમી હકીકત આધારે તુરંત જ વર્ક આઉટ કરી બાતમી હકીકત વાળી જગ્યાએ આવતા સામેથી એક ટેમ્પો આવતો હોય જેને રોકાવી ચેક કરતા ટેમ્પામાંથી ભારતીય બનાવટનો પરપ્રાંતિય વિદેશી દારૂ (૧) પાર્ટી સ્પેશીયલ ડીલક્ષ વ્હીસ્કી ૭૫૦ એમ.એલ.ની કાચની બોટલો નંગ-૪૨૦ (ર) સ્નેચ ડીલક્ષ વ્હીસ્કીની ૭૫૦ એમ.એલ.ની કાચની ઇંગ્લીદારૂની બોટલો નંગ-૬૦, (૩) ચકદે રોયલ બ્લેન્ડ વ્હીસ્કીના ૧૮૦ એમ.એલ. ના કાચના ઇંગ્લીશ દારૂના કવાટરીયા નંગ-૪૮૦, એમ નાની મોટી કુલ-૯૬૦ બોટલો કિ.રૂા.૨,૧૬,૦૦૦/- ના પ્રોહિ મુદામાલ તથા દારૂની હેરાફેરી માટે ઉપયોગમાં લીધેલ ટેમ્પો રજીસ્ટ્રેશન નં.GJ-03-BT-9355 વાળાની કિ.રૂા.૨,૦૦,૦૦૦/- એમ કુલે કિ.રૂા.૪,૧૬,૦૦૦/- નો મુદામાલ પકડી આરોપી સહદેવસિંહ ઉમેદસિંહ જાડેજા, રહે.બીદડા, તા.માંડવી વાળા વિરૂધ્ધ ધોરણસર થવા માંડવી પોલીસ સ્ટેશને ફરીયાદ આપેલ છે.
ગૌતમ બુચિયા
9714065405
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




