70 માં પ્રજાસત્તાક દિને નર્મદા 108 ના કર્મચારીઓને એવોર્ડ 

0
28
70 માં પ્રજાસત્તાક દિને નર્મદા 108 ના કર્મચારીઓને એવોર્ડ 
રાજપીપળા : 26 જાન્યુઆરીએ જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક દિનની ઉજવણી ડેડીયાપાડા ખાતે કરવામાં આવી જેમાં નર્મદા 108 ના શ્રેષ્ઠ કામગીરી કરનારા કર્મચારીઓને પ્રમાણપત્ર તથા શાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યા હતા જેમાં ઈએમટી રિંકલબેન તડવીને સેવિયર એવોર્ડથી સન્માનિત કરાયા જયારે  પાયલટ જયદીપસિંહ વાઘેલાને બેસ્ટ પાયલટ ના એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યા હતા.સાથે મોબાઈલ હેલ્થ યુનિટ (MHU) ના મેડિકલ ઓફિસર ર્ડો.હર્ષનાબેન વસાવાને પણ ગામડે ગામડે જઈ સારી મેડિકલ સેવા આપવા બદલની શ્રેષ્ઠ કામગીરી માટે પ્રમાણપત્ર અને શાલ ઓઢાઢી સન્માનિત કરવામાં આવ્યા હતા આમ નર્મદા જિલ્લા માં દર વર્ષે સારી સેવા આપનાર 108 ની ટીમના કર્મચારીઓનું સન્માન કરવામાં આવે છે .

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY