રાજપીપળા નગરપાલિકાના ચીફ ઓફિસરની લાલ આંખ બાદ બાકી નાણાંની ફટાફટ ચુકવણી   

0
29

ટાઉનહોલની જગ્યાનું 1.10 લાખથી વધુનું બાકી ભાડું ભરપાઈ કરતો વેપારી  

બાકી ભાડા માટે કડક શબ્દોમાં સૂચના આપતા તાત્કાલિક 55 હજારની ભરપાઈ બાદ આજે પૂરું બાકી ભાડું ચુકવાયું

રાજપીપળા : રાજપીપળા નગરપાલિકાના ચીફ ઓફિસર અમિત પંડ્યાએ એક બાદ એક બાકી લેણાંની રકમ વસૂલવા માટે કવાયત શરુ કરતાજ પાલિકાના પૈસા દબાવી બેઠેલા લોકો દોડતા થયા હતા જેમાં હાલમાંજ નગરપાલિકા શોપિંગ સેન્ટરની 40 દુકાનોના લાખો રૂપિયાના બાકી ભાડા બાબતે અમિતભાઇ પંડ્યાએ લાલ આંખ કરતા તમામ દુકાનદારો દોડતા થયા હતા અને અમુકે બાકી પૈસા જમા પણ કર્યા ત્યારબાદ પાલિકાના ટાઉનહોલમાં આગળના ભાગે કપડાના સેલની દુકાનનુ ભાડું પણ ઘણા સમયથી બાકી હોવાનું સીઓ ના ધ્યાન પર આવતાજ એ વ્યક્તિને રૂબરૂ બોલાવી ચીફ ઓફિસરે કડક શબ્દોમાં સૂચના આપતા તાત્કાલિક બાકી ભાડા પેટે 55 હજારની રકમ ભરપાઈ કરી અને સીઓ આગળ કોઈ કડક પગલાં ન લે એ માટે બાકી ભાડાના રૂપિયા તાત્કાલિક ભરવા આ વેપારી દોડતા થયા અને આજે બાકી ભાડું મળી કુલ રૂપિયા 1,10,700 ચૂકતે કર્યા હતા આમ એક બાદ એક સ્થળ પર રૂબરૂ કે નોટિસ મારફતે કાયદા મુજબ કામ કરતા પાલિકાના નીડર ચીફ ઓફિસરે નગરપાલિકાનો ચાર્જ સંભળતાજ અમુકની ઊંઘ હરામ કરી નાખી દોડતા કરી દીધા હતા.જો આજ રીતે યોગ્ય વહીવટ હશે તો આવનારા દિવસોમાં પાલિકાના માથે આવેલું કરોડોનું દેવું ઘણું ઓછું થશે એમ લાગી રહ્યું છે.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY