મુંબઈ,તા.૩૦
એ લિસ્ટના ગણાતા અભિનેતા ટાઇગર શ્રોફે કહ્યું હતું કે હાલ હું જે બે ફિલ્મો કરી રહ્યો છું એનું પ્રેસર સતત અનુભવી રહ્યો છું. બંનેના પાત્રને ન્યાય આપવાના મારા પ્રયાસો ચાલુ છે. હાલ ટાઇગર ખમતીધર ફિલ્મ સર્જક કરણ જાહરની સ્ટુડન્ટ આૅફ ધી યર ટુ કરી રહ્યો છે.
આ ફિલ્મ ૨૦૧૨માં રજૂ થયેલી કરણની હિટ ફિલ્મ સ્ટુડન્ટ આૅફ ધી યરની સિક્વલ છે. બીજી ફિલ્મ સાજિદ નડિયાદવાલાની બાગી થ્રી છે. આ ફિલ્મ બાગી અને બાગી ટુની સિરિઝની ત્રીજી કડી છે. પહેલી બંને કડી હિટ નીવડી હતી.
‘અલબત્ત, હું પ્રેસર અનુભવી રહ્યો છું કારણ કે બાગી ટુ આટલી બધી હિટ નીવડશે એવી અમારા કોઇની કલ્પના નહોતી. એટલે બાગી થ્રી માટેની દર્શકોની અપેક્ષા વધી જવાની પૂરેપૂરી શક્્યતા છે. બીજી બાજુ સ્ટુડન્ટ આૅફ ધી યર પ્રતિષ્ઠિત અને મોટા બેનરની ફિલ્મ છે. એટલે મારા પર પ્રેસર ન વધે તો જ નવાઇ કહેવાય. હું સતત પ્રેસર અનુભવી રહ્યો છું કે દર્શકોની અપેક્ષા સંતોષવામાં હું સફળ તો થઇશ ને ? બંને ફિલ્મનાં પાત્રોને ન્યાય આપવા હું ભરચક પ્રયાસો કરી રહ્યો છું.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



