મોટર સાઈકલ પર આવેલા લૂંટારૂઓનું કારસ્તાન
સુરત, તા.૯
લસકાણાથી પાસોદરા તરફ જવાના રસ્તા ઉપર મોટર સાઈકલ સવાર ત્રણ અજાણ્યા યુવકોએ ગેરેજવાળાને છરી બતાવી રોકડા સહિત ૨૭ હજારની મતાની લૂંટ કરી નાસી ગયા હતા.
સરથાણા પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ પાસોદરા ઓમ ટાઉનશીપમાં રહેતાં અને ગેરેજનું કામ કરતા તુષાર મુકેશભાઈ ગલચર લસકાણાથી પાસોદરા તરફ જતા હતા. ત્યારે મોટર સાયકલ સવાર ત્રણ અજાણ્યા ધસી આવ્યા હતા. ફરિયાદી તુષારને છરી બતાવી મોબાઈલ ફોન અને રોકડા રૂ.૧૯૦૦૦ સહિતનું પર્સ લૂંટીને નાસી ગયા હતા. સરથાણા પોલીસે લૂંટનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




