પીસીબી પોલીસે છાપો મારી ૪ની ધરપકડ કરી
સુરત, તા. ૧૨
પીસીબી પોલીસે ગલેમંડી કુ઼ભાર શેરીમાં દરોડા પાડી રૂ. ૨.૮૫ લાખના દારૂના જથ્થા સાથે ચાર જણાંની ધરપકડ કરી ત્રણ જણાને વોન્ટેડ જાહેર કર્યા હતા.
આજરોજ તા. ૧૨/૦૨/૨૦૧૯ના રોજ પીસીબના પો.સ.ઈ. એમ.સી. ચૌહાણ, ઈમ્તિયાઝ ફકરૂમોહમદ, સંતોષ સાહેબરાવ, દિલીપસિંહ કેશરીસિંહ, રાકેશભાઈ વલ્લભાઈ અસગરïઅલી અનવરલી, શૈલેષભાઈ અશ્વિનભાઈ રવિરાજ અજીતસિંહ જગશીભાઈ શાંતિભાઈનાઅો સાથે સુરત શહેર વિસ્તારમાં પ્રહો તથા જુગારની પ્રવૃત્તિ અટકાવવા અગે ખાનગી વાહનોમાં પેટ્રોલીંગમાં હતા દરમિયાન પીસીબીના અ.હે.કો. ઈમ્તિયાઝ ફકરૂમોહમદïને બાતમી મળેલ કે, મહિધરપુરા, ગલેમંડી, કુંભાર શેરી, બલેસિંગની ચાલ પ્લોટ નં. ૭/૪૩૮૭ના પહેલા માળેઅ ાવેલ રૂમમાં ધવલ રાણા તથા ગણેશ ઉર્ફે ચરૂ નામના ઈસમો તેના માણસો સાથે ચોરી છૂપેથી ઈંગ્લિશ દારૂનું વેચાણ કરે છે અને ઈંગ્લિશ દારૂનો જથ્થો હાલમાં મહિધરપુરા, ગલેમંડી, કુંભાર શેરી, બલેસિંગની ચાલ પ્લટ નં. ૭/૪૩૮૭ના પહેલા માળે રૂમમાં સંતાડવાનું કામ કરી રહેલ છે. જે બાતમી આધારે રેડ કરી આરોપી ધવલ કનૈયાલાલ રાણા ઉ.વ. ૨૫ (રહે. ઘર નં. ૭/૪૩૮૭, બલેસિંગની ચાલ, કુંભાર શેરી, ગલેમંડી, મહિધરપુરા, સુરત), તેજશ કિરીટભાઈ રાણા ઉ.વ. ૨૧ (રહે. ઘર નં. ૩/૩૫૦૧, વચલી શેરી, નં. ૦૧, નવાપુરા, ગોલવાડ, સુરત), કૃણાલ મનોજભાઈ રાણાï ઉ.વ. ૨૦ (રહે. ઘર નં. ૭/૪૪૪૧, બલેસીંગની ચાલ, કુંભાર શેરી, ગલેમંડી, મહિધરપુરા, સુરત), દેવાંગ અશોકભાઈ રાણા ઉ.વ. ૨૦ (રહે. કાંટાની વાડ, નવાપુરા, ગોલવાડ, સુરતનાને ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ-અલગ બ્રાન્ડની નાની મોટી બાટલીઅો તથા બીયર ટીન મળી કુલ્લે બાટલીઓ/ ટીન નંગ ૩૦૧૨ કિ. રૂ. ૨,૮૫, ૩૬૦/- તથા અંગ ઝડતીના મોબાઈલ ફોન નંગ ૦૩ કિ. રૂ. ૬,૦૦૦/- મળી કુલ્લે કિ. રૂ. ૨,૯૧,૯૧,૩૬૦/-ની મતાની મુદ્દામાલ સાથે પકડી પાડયા હતા. ભાગી જનાર આરોપી ગણેશ ઉર્ફે ચરૂ (રહે. ઝરી ભવન, રૂસ્તમપુરા, સુરત) નંદુ ઉર્ફે ટકલો (રહે. ચેવલી શેરી, બેગમપુરા, સુરત) તથા દારૂનો જથ્થો આપનાર (૭) તિવારીને વોન્ટેડ જાહેર કરી તેઓના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



