નાણાંકિય વર્ષના અંતિમ દિવસે એટલે કે તા.૩૧મી માર્ચે રવિવારની જાહેર રજા હોવા છતાં, ડાંગ જિલ્લાની આર.ટી.ઓ. કચેરી ખાતે વાહન કર સહિતના સરકારી લેણાં સ્વીકારવામાં આવે, તેવી વ્યવસ્થા સુનિヘતિ કરવામાં આવી છે.
મોટર વાહન ફી, અને કરવેરાની મહત્તમ આવક મેળવતા વાહન વ્યવહાર વિભાગ દ્વારા તા.૩૧મી માર્ચ અને રવિવારે પણ આર.ટી.ઓ. કચેરી ચાલુ રાખીને, વિવિધ સરકારી લેણા ઓનલાઇન સહિત રોકડમાં સ્વીકારવાની પણ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જેનો લાભ વાહન ધારકોને લેવા માટે ડાંગના સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી જી.જે.સોલંકીએ અનુરોધ કર્યો છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




