‘ચીટ ઈન્ડિયા’નું ટ્રેલર રિલિઝ થયું

0
10

મુંબઈ,તા.૧૩
દેશભરમાં હાલ શિક્ષણ ક્ષેત્રમાં પ્રવર્તતી અરાજકતાની કથા રજૂ કરતી ફિલ્મ ચીટ ઇન્ડિયાનું ટ્રેલર બુધવારે રિલિઝ કરાયું હતું.
અભિનેતા ફિલ્મ નિર્માતા ઇમરાન હાશમી આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા કરી રહ્યો છે. તેણે કહ્યુ કે એંજિનિયરીંગ, મેડિકલ, બેંકિંગ, મેનેજમેન્ટ, યુનિયન પબ્લિક સર્વિસ કમિશન અને કેળવણીનાં બીજાં ક્ષેત્રોમાં હાલ જે અરાજકતા અને કૌભાંડો પ્રવર્તી રહ્યા છે એ અમે નિષ્પક્ષ રીતે રજૂ કરવાની કોશિશ કરી છે.
આ ફિલ્મમાં ઇમરાને રાકેશ સિંઘ નામનું પાત્ર ભજવ્યું છે જેની પાસે મૂળ વિદ્યાર્થીને બદલે પરીક્ષા આપીને ડિસ્ટીંક્શન મેળવે એવા ટોપર્સની ટોળી છે, ગમે ત્યાં એડમિશન અપાવી શકે એવા કૌભાંડીઓની ગેંગ છે. એ જેનું કામ હાથમાં લે એની પાસે વળતર રૃપે રોકડ રકમ વસૂલ કરે છે અને એ પણ કામ થયા પહેલાં જ. એ દરેક કામ સમયસર પૂરું થવાની ગૅરંટી પણ આપે છે.
આ પાત્ર ખુલ્લું કહે છે કે નોકરીઓ તો મધ્યમવર્ગીઓ કરે. શ્રીમંતો અને વગદાર લોકો તો શાસન કરે. જા કે વહેલે મોડે પાપનો ઘડો છલકાઇ જતો હોય છે. ફિલ્મમાં પણ એ પકડાઇ જાય છે પરંતુ એને પસ્તાવો થતો નથી. એનો દાવો તો એવો છે કે હું જરૃરતમંદ લોકોને સહાય કરતો હતો.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY