રાજપીપળા : ઉનાળાની શરૂઆતમાંજ ગરમીનો ભારે પ્રકોપ જોવા મળ્યો છે ત્યારે શરૂઆતથી જ ગરમીનો પારો ઉપર છે અને લોકો આકરી ગરમીમાં શેકાઈ રહ્યા છે જેથી રાજપીપળા ના બજારોમાં બપોરના સમયે સન્નાટો જોવા મળી રહ્યોં છે.
ચાલુ વર્ષે ઉનાળાની શરૂઆત થતાંજ ગરમીનો પારો ઊંચો ચઢ્યો છે અને પહેલી ઇનિંગ માંજ ગરમી સખત શરૂ થઈ ગઈ છે જેની લોકો ની દિનચર્યા ઉપર અસર થઈ છે લોકો ભયંકર ગરમીથી બચવા બપોરે ઘરમાંથી બહાર નીકળવાનું ટાળતા હોય છે જેથી બજારો સુમસામ જોવા મળે છે.
હાલ રાજપીપળા શહેર માં બપોરે ગરમી નો પારો 42° ને આંબી જાય છે જેથી લોકો ઠંડા પીણા, શરબત, સહિતના ઠંડા પીણાં પી ગરમીથી રાહત અનુભવે છે. ઉપરાંત વધુ પડતી ગરમી ના કારણે લોકો ના સ્વસ્થ ઉપર પણ અસર પડી રહી છે શરીર માં પાણી નું પ્રમાણ ઘટવા થી લોકો બીમારીના શિકાર બની રહ્યા છે ત્યારે આવી સમસ્યાઓ થી બચવા વધુ પાણી પીવાની અને ભર બપોરે તાપ માં નહીં નીકળવાની તબીબો સલાહ આપે છે અને જો ના છૂટકે નીકળવાનું થાય તો મો ઉપર કોટનનું કપડું બાંધી ગોગલ્સ અને માથે ટોપી પહેરી નીકળી શકાય તેમ જણાવે છે.
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




