પાલખી યાત્રા, મહાપ્રસાદ અને ભજનનો કાર્યક્રમ
સુરત, તા.૯
શ્રી સાંઈ પાવનધામ વડોલી વાંક, તા.અોલપાડ, જિ. સુરત ખાતે સાંઈબાબા મંદિરની ૧૧મી સાલગીરી મહોત્સવ ચૈત્ર સુદ પાંચમ તા.૧૦-૪-૨૦૧૯ને બુધવારના રોજ સવારે ૫ કલાકે કાકડ આરતી પંચામૃત કેસર સ્નાન, ૭ કલાક ધુપ આરતી, ૧૦ કલાકે યજ્ઞ પ્રારંભ, બપોરે ૨ થી ૫ પાલખી યાત્રા, ૧૨ થી ૧ મહાપ્રસાદી અને ૯ કલાકે ભજન કીર્તન થશે. વડોલી ગામના પવિત્ર, મનોરમ્ય, સુંદર સાંઈ પાવન ધામના ધર્મના એટલે બાબાની ઝળહળતી જ્યોતે હરિરસની હેલી થશે. આ ધાર્મિક મહાપર્વ ધર્મ પ્રેમી ભાઈ બહેનોને લાભ લેવા સમસ્ત વડોલી ગામે ભાવભર્યુ આમંત્રણ પાઠવ્યું છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



