ડોર ટુ ડોર કચરો,નિયમિત સફાઈ સહીત કેટલીક તકલીફ છાસવારે સાંભળવા મળવા છતાં આઠ જેવા સફાઈ સુપરવાઈઝરો કેમ પગલાં લેતા નથી…?
દરબાર રોડ સહિતના કેટલાક વિસ્તારોમાં કચરો ન ઉઘરાવતા પાલિકાએ આપેલા ડસ્ટબીન ઉભરાઈ જતા લોકોના ઘરોમાં મચ્છરોનો ઉપદ્રવ
રાજપીપળા : રાજપીપળા નગરપાલિકામાં થોડા સમય પેહલા કડક કામગીરી થતી હતી પરંતુ હાલ ઘણા સમયથી સત્તાધીશો જાણે બીમાર પડી ગયા હોય એમ શહેરીજનોને પાયાની સુવિધા આપવામાં ઢીલા સાબિત થઈ રહ્યા લાગે છે .
એક તરફ 42 થી 43 ડિગ્રી આકરી ગરમી થી ગ્રામજનો હેરાન છે ત્યારે બીજી તરફ ગામમાં સફાઈ બાબતે અમુક વિસ્તારોમાં ઓરમાયું વર્તન રખાઈ રહ્યું હોય એમ લાગે છે જોકે જે જે વિસ્તારો કે ગલીઓમાં પાલિકા સદસ્યો રહે છે ત્યાં લઘભગ નિયમિત સફાઈ સહિતની કામગીરી થાય છે તો આમ નાગરિકો વેરો નથી ભરતા…? વાત કરીયે દરબાર રોડ પર આવેલી પારેખ ખડકી ની તો ત્યાં ક્યારેય ડોર ટુ ડોર કચરો ઉઘરાવતી બહેનો ફરકતી નથી હા પણ જો ત્યાંના રહીશ ફરિયાદ કરે તો એકાદ બે દિવસ આવ્યા બાદ ગાયબ અને કોઈ તહેવાર હોય ત્યારે પૈસા ઉઘરાવવા આવે ખરી અને જયારે સ્થાનિકો પૂછે તો અમને સાહેબે બીજે મુક્યા હતા એવી વાત સાંભળવા મળે છે જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ ના નિવાસસ્થાન હોય કે પાલિકા સભ્યો ના ઘર હોય તો ત્યાં નિયમિત કામગીરી થાય છે ત્યારે આમ જ્નતા સાથે ઓરમાયું વર્તન કેમ રખાય છે…? અમુક વિસ્તારોમાં કચરાપેટીઓ પણ ચાર ઘણી ભરાઈ ગયા બાદ સ્થાનિકો ફરિયાદ કરે ત્યારબાદ તેને ખાલી કરવામાં આવે છે તો પાલિકા સત્તાધીશો ને આ કામદારો ગાંઠતા નથી…? સફાઈ કામદારોના માથે આઠ જેવા સુપરવાઈઝરો મુકાયા છે તેમ છતાં જો શહેરમાં સફાઈ જેવી બાબત ગંભીરતાથી ન લેવાય તો શું પાલિકા તંત્ર કોઈ મોટા રોગચાળા બાદ ઊંઘ ઉડાડશે …? કડક છાપ ધરાવતા ચીફ ઓફિસર સાહેબ સફાઈ સુપરવાઈઝરો ની ઢીલી કામગીરી માટે પગલાં ભારે તેવી લોક માંગ છે .
અમારા ફળિયામાં ત્રણ દિવસથી સફાઈ કે કચરો લેવા કોઈ આવ્યું નથી : ભાનુબેન પરીખ (સ્થાનિક )
દરબાર રોડ પારેખ ખડકીમાં રહેતા ભાનુબેન પરીખે જણાવ્યું કે અમારા ફળિયા માં ત્રણ દિવસથી વાળવા વાળા કામદાર નથી આવ્યા અને કચરો લેવા વાળી બહેનો તો ક્યારેક્જ આ ગલીમાં આવે છે લોકો બીમાર થશે તો કોણ જવાબદાર
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




