ટીકરનો મનસુખ ઉર્ફે મંત્રી સહિત સાત પતા ટીચતા ઝડપાયા

0
206

જિલ્લા એલસીબીએ ગત મોડી રાત્રીના હળવદ એપીએમસીના ડિરેકટર સહિત સાત પત્તા પ્રેમીઓને રૂ.૧.૮૬ લાખના મુદ્‌ામાલ સાથે દબોચી લીધા

હળવદ તાલુકાના ટીકર ગામે ગત મોડી રાત્રીના જિલ્લા એલસીબીએ રહેણાંક મકાન પર દરોડો પાડી જુગટુનો ખેલ ખેલતા સાત પતા પ્રેમીઓને રંગેહાથ રૂ.૧.૮૬ લાખની રોકડ સાથે ઝડપી લેવાતા ટીકર ગામમાં ચકચાર મચી જવા પામી છે.
રાજકારણની સેખી મારતા અને પોતે મોટા ગજાનો નેતા હોવાનો ફાંકો રાખી ફરતા મનસુખ ઉર્ફે મંત્રી તેમજ હળવદ એપીએમસીના ડિરેકટર સહિત સાત શખ્સોને પતા ટીચતા મોરબી એલસીબી ટીમે ઝડપી લેતા રાજકારણનો ફાંકો લઈ ફરતા શખ્સોની હવા નીકળી ગઈ હતી. બનાવની જાણવા મળતી વિગતો મુજબ જિલ્લા પોલીસ વડા ડો.કરણરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ ગત મોડી રાત્રીના જિલ્લા એલસીબી પીએસઆઈ આર.ટી. વ્યાસ સહિતનાઓએ બાતમીના આધારે તાલુકાના ટીકર ગામે નાનજી ધનજી ચાવડાના રહેણાંક મકાનમાં ચાલતા જુગારધામ પર દરોડો પાડયો હતો. જેમાં પોલીસે રહેણાંક મકાનમાંથી સાત શખ્સોને ૧.૮૬ લાખની રોકડ સાથે ઝડપી લીધા હતા. ઝડપાયેલા આરોપીમાં નાનજી ધનજીભાઈ ચાવડા (રહે. ટીકર), ઈશ્વરભાઈ કાશીરામ સીણોજીયા (રહે. માનગઢ), કરમશી હરજી હડિયલ (રહે.ટીકર), પ્રેમજી વિરજી એરવડીયા (રહે.ટીકર), મનસુખ ઉર્ફે મંત્રી બેચરભાઈ એરવડીયા (રહે.ટીકર), રતીલાલ રામજી એરવડીયા (રહે.ટીકર), સંજય શંકર એરવડીયા (રહે.ટીકર) સહિત સાત શખ્સોને રૂ.૧.૮૬ લાખની રોકડ સાથે ઝડપી લઈ હળવદ પોલીસ મથકે લાવી ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, મંનસુખ ઉર્ફે મંત્રી પોતાની જાતને મોટા ગજાનો નેતા સમજી ડંફાસો મારતો હોય ત્યારે પોતે જુગાર રમતા એલસીબીના હાથે ચડી જતા હવા નીકળી ગઈ હતી.
મયુર રાવલ હળવદ.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY