મુંબઈ,તા.૧૬
આયુષમાન ખુરાનાની ૨૦૧૮ની સુપરહિટ નીવડેલી ફિલ્મ ‘બધાઇ હો’ની સ્ક્રીપ્ટ રાઇટર જ્યોતિ કપૂરે ફિલ્મ ફેર એવોર્ડની આકરી ઝાટકણી કાઢી હતી.
જા કે આમ થવાનું એક વાજબી કારણ પણ હતું. ‘બધાઇ હો’ની સ્ક્રીપ્ટ માટે બેસ્ટ સ્ક્રીપ્ટ રાઇટરના એવોર્ડ માટે જ્યોતિનું નામ નોમિનેટ થયું હતું. પરંતુ પછી શું થયું એની ખબર ન પડી. નોમિનેશનની યાદીમાંથી જ્યોતિનું નામ ઊડી ગયું હતું.
જ્યોતિએ કહ્યું કે શાંતનુ શ્રીવાસ્તવ અને અક્ષત ગિલ્ડીયાલનાં નામો યાદીમાં રહ્યાં હોય તો આયોજકોએે મારું નામ કયા કારણે ઊડાવી દીધું એ મને સમજાતું નથી.
તેણે કહ્યું કે મેં ‘બધાઇ હો’ની નિર્માત્રી પ્રીતિ સહાનીએ પત્રો લખીને આ બાબત તરફ ધ્યાન દોર્યું હતું. પરંતુ કશો જવાબ મળ્યો નહોતો.
મિડિયાએ પ્રીતિ સહાનીનો સંપર્ક સાધતાં તેમણે કહ્યું કે જ્યોતિનો લેખિકા તરીકેનો કરાર ૨૦૧૬માં જ ટર્મિનેટ કરી દેવામાં આવ્યો હતો એટલે કે એ બધાઇ હોની સહલેખક નહોતી. એટલે સ્વાભાવિક રીતે જ એનું નામ નોમિનેટ થયેલા લેખકો સાથે ન હોય. અમારા કરારમાં સ્પષ્ટ જોગવાઇ હતી કે એની લખેલી સ્ટોરીનો એક પણ હિસ્સો અમે ફિલ્મમાં વાપરીએ તો જ એને ક્રેડિટ આપી શકાય. એવું તો અમે કર્યું નથી. અમારી ફિલ્મની સ્ક્રીપ્ટમાં જ્યોતિનો કોઇ અંશ અમે લીધો નથી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



