સુખપર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા વિશ્વ મેલેરિયા દિવસની ઉજવણી કરવામાં આવી

0
90

ત્યાં વિવિધ કોર્સમાં અભ્યાસ કરતા યુવાનો ગામના જાગૃત નાગરિક,આશા વર્કર બહેનોએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.

આ કાર્યક્રમમાં મેલેરિયા રોગ વિશે સંપૂર્ણ માહિતી આપવામાં આવી હતી, અહી મચ્છરના પોરા પણ એક પાત્રમાં લાવીને નીરદર્શન કરવામાં આવ્યું હતું,આ સિવાય સંપૂર્ણ મેલેરિયા અંગેની માહિતી વિડીયો પ્રેઝન્ટેશન દ્વારા આપવામાં આવી હતી.
આ પ્રોગ્રામમાં મેલેરિયા અંગેની પૂરતી માહિતી જિલ્લા પંચાયત મેલેરિયા શાખાના સુપરવાઈઝર જયેશભાઈ ભાનુશાલી દ્વારા આપવામાં આવી હતી.મેલેરિયાના રોગને ગુજરાતમાંથી ૨૦૨૨ સુધીમાં મુક્ત કરવાનો છે, આરોગ્ય વિભાગ,સરકારી તમામ વિભાગો,અને સૌથી મહત્વની પ્રજાની ભાગીદારી દ્વારા જ આ શક્ય બનશે,સૌને સંકલ્પ લેવડાવ્યા કે પોતે પોતાની આસપાસ પાણીનો સંગ્રહ હવા ચુસ્ત બંધ રાખશે. અને પોતાના ઘરની આસપાસ મચ્છર ઉપધ્ર સ્થાનોને ઓળખીને તેમા મચ્છરોની ઉત્પતિ ન થાય તે માટે પ્રયાસ કરવામાં આવશે.આ પ્રોગ્રામમાં સુખપર PHCના મેડિકલ ઓફિસર ડો.પુનિતા વાસણી,સુપરવાઇઝર સંદીપભાઈ ભાનુશાલી,ઉષાબેન, આરોગ્ય કર્મચારી હર્ષ બી. શાહ,આશાબેન પરમાર,ઇમ્તિયાજભાઈ ખોજા તથા આશા વર્કરની બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

આ કાર્યક્રમ માટે “પ્રધાનમંત્રી કૌશલ્ય કેન્દ્ર” મીરજાપરની સર્વ ટિમ,જવાબદાર તમામ અધિકારી અને દાનવિરસિંહ દ્વારા ખુબ જ હકારાત્મક પ્રયાસ અને વ્યવસ્થા કરી આપવામાં આવી હતી.

ગૌતમ બુચિયા
પત્રકાર કચ્છ
૬૩૫૧૮૭૭૩૬૭

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY