બેંક ખાતાને આધાર સાથે જોડવાથી ૯૦ હજાર કરોડનો ફાયદો થયો : સુશીલકુમાર મોદી

0
6

પટના,તા.૨૦
બિહારના નાયબ મુખ્યપ્રધાન સુશીલ કુમાર મોદીએ મંગળવારે કહ્યું કે રાજ્ય અને કેન્દ્ર સરકારની અલગ-અલગ યોજનાઓના લાભાર્થીઓના બેંક ખાતાને આધાર સાથે જાડવાથી ચૂકવણીમાં પારદર્શિતા આવી છે. જેને કારણે મોટા પાયા પર ફેક લાભાર્થીઓને ઝાટકો લાગ્યો છે અને પરિણામ સ્વરૂપે કેન્દ્ર અને રાજ્ય સરકારોને લગભગ ૯૦ હજાર કરોડની બચત થઈ છે.
પટણા સ્થિત મુખ્ય સચિવાલય સભાગૃહમાં માહિતી અને ટેકનોલોજી વિભાગ તરફથી આયોજીત કાર્યક્રમમાં ‘આધાર પ્રમાણીકરણ સેવા’નો પ્રારંભ કરતી વખતે સુશીલે આ વાત કહી હતી. તેમણે કહ્યું કે બિહારમાં અત્યાર સુધી ૧૦.૧૭ કરોડ લોકોનું આધાર કાર્ડ બની ગયુ છે. રાજ્યના કુલ ૮ કરોડ ૧૯ લાખ સક્રિય બેંક ખાતામાંથી ૪ કરોડ ૮૪ લાખનું આધાર પ્રમાણીકરણ તથા ૫ કરોડ ૮૨ લાખને આધાર અને ૫ કરોડ ૧૩ લાખને મોબાઈલ નંબરથી જાડવામાં આવ્યા છે.
સુશીલે કહ્યું કે બિહારમાં એક કરોડ ૬૮ લાખ પીડીએસ કાર્ડ ધારકોમાંથી ૮૨ ટકાને આધાર સાથે જાડવાથી અને ૪૦ ટકાનું પ્રમાણીકરણ થઈ ગયુ છે. જેમાંથી ૯ લાખ ૪૬ હજાર શંકાસ્પદ કાર્ડધારક મળ્યા છે, જેમાંથી ૧ લાખ ૮૫ હજારના કાર્ડ રદ્દ કરી દેવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે સમાજ કલ્યાણ વિભાગ તરફથી વૃદ્ધ, વિધવા અને દિવ્યાંગ પેન્શન લેનારા ૬૭ લાખ ૭૦ હજાર લાભાર્થિઓને જ્યારે આધાર સાથે જાડવામાં આવ્યા તો તેમાં ૫ લાખ ૫૩ હજાર મૃત અથવા લાપતા જાવામાં આવ્યા.
સુશીલે કહ્યું કે બિહાર સરકાર ૪ કરોડ ૨૧ લાખ લાભાર્થિઓને ડાયરેક્ટ પ્રોફિટ ટ્રાન્સફર (ડીબીટી) દ્વારા ૮૧૫૨ કરોડ રૂપિયાની ચૂકવણી સીધા તેમના ખાતામાં કરે છે. ૨૦૧૪થી અત્યાર સુધી એલપીજીના ૧૧ લાખ ૭૭ હજાર કનેક્શન બંધ કરવામાં આવ્યા છે, આ અગાઉ છેલ્લા ૪ વર્ષમાં ૪૨૫ કરોડની બચત થઈ છે. તેમણે કહ્યું કે આખા દેશના સ્તર પર ૨ કરોડ ૭૫ લાખ રેશન કાર્ડને રદ્દ કરવામાં આવ્યા છે, જેનાથી ૨૯,૭૦૮ કરોડની બચત થઈ છે. એલપીજીના ૩ કરોડ ૮૦ લાખ કનેક્શનને રદ્દ કરવામાં આવ્યા છે. ૨ કરોડ ૨૨ લાખ લોકો દ્વારા સબસીડીનો ત્યાગ કરવાથી ૪૨,૨૭૫ કરોડની તથા આધાર સાઈડિંગને કારણે મનરેગા અંતર્ગત ૧૬ હજાર કરોડ રૂપિયાની બચત થઈ છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY