નવા ડ્રાઇવિંગ લાઇસન્સ સિવાય તમામ કામ માટે એપોઇન્ટમેન્ટ પ્રથા રદ થશે

0
115

અમદાવાદ,તા.૬
આરટીઓમાં હવેથી નવાં ડ્રાઇવિંગ લાઇસન્સ કઢાવવા સિવાયની તમામ કામગીરી માટે અરજદારે ઓનલાઇન એપોઈન્ટમેન્ટ લેવી પડશે નહીં. માત્ર એક ઓનલાઈન અરજીના આધારે આરટીઓમાં નવાં ડ્રાઇવિંગ લાઇસન્સ સિવાયનાં તમામ કાર્ય એક જ દિવસમાં કરાવી શકાશે.
ડુપ્લિકેટ લાઈસન્સ કે લાઈસન્સમાં સુધારા-વધારા, લાઈસન્સ રિન્યૂઅલ આ તમામ પ્રકારનાં કામ માટે અરજદારોને ૬૦ થી ૯૦ દિવસની રાહ જાવામાંથી મુક્તિ મળશે. એકમાત્ર ઓનલાઈન અરજીના આધારે અને વહેલા તે પહેલાના ધોરણે તેનું નવા ડ્રાઈવિંગ લાઈસન્સ સિવાયનું કામ આરટીઓમાં રૂબરૂ જવાથી થઈ જશે. હવે માત્ર નવાં ડ્રાઈવિંગ લાઈસન્સ માટે જ આરટીઓમાં ઓનલાઈન એપોઈન્ટમેન્ટ લેવાની થશે.
હાલમાં અમદાવાદ આરટીઓમાં ઘણા મહિનાથી ૬૦ થી ૯૦ દિવસનું વેઈટિંગ ચાલે છે તેમાં નવું લાઈસન્સ કઢાવવાનું હોય કે લાઈસન્સ રિન્યૂ કરાવવાનું હોય, લાઈસન્સમાં નામ કે અટકમાં સુધારો કરાવવાનો હોય, સરનામામાં ફેરફાર કરાવવાનો હોય જેવાં ડ્રાઈવિંગ લાઈસન્સને લગતા કોઈ પણ કામ માટે અરજદારે એપોઈન્ટમેન્ટ લેવી ફરજિયાત હતી, જેના કારણે ત્રણ મહિના સુધી અરજદારે રાહ જાવી પડતી હતી.
અમદાવાદ આરટીઓ એસ. પી. મુનિયાએ જણાવ્યું હતું કે નવા ડ્રાઈવિંગ લાઈસન્સ માટેનો બેકલોગ મોટા પ્રમાણમાં વધી જતાં હવે અરજદારોને સરળતાથી લાઈસન્સ મળી શકે તે માટે આ નવી પ્રક્રિયા આગામી સપ્તાહથી અમલી કરાશે, જેના કારણે ડ્રાઈવિંગ લાઈસન્સ મેળવવા ઈચ્છતા અરજદારને વેઈટિંગનો બેકલોગનો ઘટી જશે અને ડ્રાઈવિંગ લાઈસન્સમાં ફેરફાર કરાવવા ઈચ્છતા કે રિન્યૂઅલ કરાવતા અરજદારને પણ ઝડપથી લાઈસન્સ મળશે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY