અમદાવાદ,તા.૨૮
અમદાવાદના ઈસરોમાં લાગેલી આગ પર કાબૂ મેળવાયો છે. ઈસરોના સ્ક્રેબ અને સ્ટેશનરીના સ્ટોરરૂમમાં આગ લાગી હતી. આગની ગંભીરતાને લઈ ફાયર બ્રિગેડના ચીફ ઓફિસર સહિતના અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. ૫ ફાયર ફાઈટર દ્વારા આગ બુઝાવવાની કામગીરી હાથ ધરાઈ હતી.
મળતી માહિતી પ્રમાણે ઇસરોમાં આવેલા પ્રદર્શન વિભાગમાં સ્ટોરરુમમાં બપોરે અચાનક આગ લાગી હતી. જાતજાંતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં ધૂમાડાના ગોટેગોટા ફેલાવા લાગ્યાં હતાં.ઉપરાંત સ્ટોરરુમની બાજુમાંબાજુમાં કાગળો રાખેલાં હોવાથી બનાવની ગંભીરતા વધે નહીં તેની તકેદારી રાખવામાં તંત્ર કામે લાગ્યું હતું.એક પછી એક ફાયર બ્રિગેડની પાંચ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચીને આગને કાબૂમાં લેવાની કામગીરી હાથ ધરી હતી.
મળતી માહિતી પ્રમાણે આગના બનાવમાં કોઇ જાનહાનિ થઇ નથી. જાકે, આગના કારણે ભારે નુકસાન થયાનો અંદાજ લગાવવામાં આવે છે. આગ કયા કારણથી લાગે એ તપાસ બાદ જ જાણવા મળશે એવું અધિકારીઓનું કહેવું છે.
ગત મે ૨૦૧૮ માસમાં પણ ઈસરોમાં આવેલી એન્ટેના ટેÂસ્ટંગ લેબના યૂ ફોર્મમાં આગ લાગી હતી અને તે ખૂબ જલદી ફેલાઈ ગઈ. ૨૫ ફાયર ફાઈટર અને ૭૫ જવાનોની મદદથી ભારે જહેમત આગને કાબુમાં લેવામાં આવી હતી. આગની ઘટનામાં સીઆરપીએફના એક જવાનને ધૂમાડાની અસર થતાં તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



