પોલીસે ૫.૩૮ લાખનો મુદ્દામાલ ઝડપી પાડ્યો
નવસારી, તા. ૨૪
નવસારી નજીક બીલીમોરા ટોલનાકા ને.હા.નં.૪૮ પરથી પોલીસે એક કોલોરા કારમાંથી ગેરકાયદેસર વગર પાસ પરમીટનાં ઇંગ્લિશ દારૂની કુલ ૧૩૪ બાટલીનો જથ્થો કિંમત રૂ.૩૨૮૭૦ સાથે એક સુરતના બુટલેગરને ઝડપી પાડી એક મોબાઈલ અને કોરોલા કાર કિંમત રૂ.૫૦,૦૦૦૦ મળી કુલ ૫,૩૮,૮૭૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર નવસારી એલસીબી પોલીસે બોરીયાચ ટોલનાકા ને.હા.નં.૪૮ પર વોચ ગોઠવી હતી. તે દરમ્યાન એક કોરોલા કાર નં.જીજે-૫-જેસી-૫૦૫૦ આવતા તેને અટકાવી તપાસ કરતા કારમાંથી વગર પાસ પરમીટનો ઇંગ્લિશ દારૂ વ્હીસ્કી અને ટીન બીયરની કુલ ૧૩૪ નંગ બાટલીનો જથ્થો કિંમત રૂ.૩૨૮૭૦નો મળી ાવ્યો હતો. પોલીસે કાર ચાલક બુટલેગર ચેતન દિલીપભાઈ હુસેની રહે. નવકાર એપાર્ટમેન્ટ, કોર્નર પોઈન્ટ કોમ્પ્લેક્ષ, સુરતની ધરપકડ કરી હતી અને દારૂ અંગે પૂછપરછ કરતા દમણથી સાગર વાઈન શોપમાંથી ભરાવેલ હોવાની કબુલાત કરી હતી. પોલીસે ઇંગ્લિશ દારૂ, કોરોલા કાર કિંમત રૂ.૫,૦૦,૦૦૦ તથા એક મોબાઈલ કિંમત રૂ.૫૦૦૦ મળી કુલ રૂ.૫,૩૭,૮૭૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



