લાયકાત ધરાવતા ઉમેદવારોએ અરજી નોંધાવી દેવી
નવસારી, તા. ૨૪
નવસારી જિલ્લા કોર્ટ ખાતે જિલ્લા સરકારી વકીલની ૦૧ તથા નવસારી કોર્ટ ખાતે ૦૩ અને ડાંગ આહવા ખાતે ૦૧ મળીને કુલ-૦૫ ની જગ્યા માટે લાયકાત ધરાવતા વકીલોની પેનલની રચના ફોજદારી કાર્યરિતી અધિનિયમ મુજબ પેનલની રચના કરવામાં આવશે. લાયકાત ધરાવતા વકીલ ઉમેદવારોએ જિલ્લા કોર્ટમાં વકીલ તરીકે ઓછામાં ઓછા સાત વર્ષથી સક્રિય હોવા જાઇએ. ૫૫ વર્ષથી વધુ ઉંમર હોવી જોઇએ નહિ. પોતાની નિમણૂંકના ઓછામાં ઓછા ત્રણ વર્ષ પૂર્વેની મુદતના આવકવેરા કરદાતા હોવા જોઇએ.
ઉપરોકત જગ્યા માટે ઉમેદવારી નોંધાવવા ઇચ્છતા હોય તે ઉમેદવારોએ કચેરીના કામકાજના દિવસોએ સવારે ૧૧-૦૦ થી ૧૭-૦૦ કલાક દરમિયાન જિલ્લા મેજીસ્ટ્રેટ કચેરી, પહેલો માળ, કાલિયાવાડી, નવસારી ખાતે નાયબ ચીટનીશ શાખામાંથી અરજીફોર્મ તા.૦૯/૦૮/૨૦૧૯ સુધીમાં મેળવી, નિયત નમૂનામાં પોતાની અરજી સાથે જન્મતારીખ, અનુભવ, શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રોની પ્રમાણિત નકલ તથા છેલ્લા ત્રણ વર્ષના આવકવેરા રીટર્ન સામેલ રાખીને રૂ.૨૦/- સ્ટેમ્પ ઉપર નોટરી/એકઝીકયુટીવ મેજીસ્ટ્રેટ સમક્ષનું ડેકલેરેશન સાથે મોડામાં મોડા તા.૧૯/૮/૨૦૧૯ સુધીમાં કચેરીએ મળી જાય તે રીતે મોકલી આપવાની રહેશે. અધૂરી વિગતવાળી અરજી તેમજ નિયત સમયમર્યાદા બાદ મળેલી અરજીઓ વિચારણામાં લેવામાં આવશે નહિ.
અનુસુચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાતવર્ગના લાયકાત ધરાવતાં ઉમેદવારોને નિયમોનુસાર અગ્રતા આપવામાં આવશે. સદર જાતિના ઉમેદવારોએ જાતિ અંગેની સંપૂર્ણ વિગતો અરજીમાં આપવી તથા જાતિ અંગેનું સક્ષમ સત્તધિકારી પાસેથી મેળવેલ પ્રમાણપત્રની નકલ સામેલ રાખવી. નિયુકત થયેલા ઉમેદવારોને ધી લો ઓસર્સ રૂલ્સ તથા સરકારશ્રીના વખતોવખતના સુધારા અનુસાર ફી તથા અન્ય ભથ્થા મળવાપાત્ર રહેશે.
ઉમેદવારોને જયારે ઇન્ટરવ્યુમાં બોલાવવામાં આવે ત્યારે પોતાના ખર્ચે અસલ પ્રમાણપત્રો સાથે નિયત તારીખ, સમય અને સ્થળે હાજર રહેવા નવસારી જિલ્લા મજીસ્ટ્રેટ ડૉ.એમ.ડી.મોડિયાની યાદીમાં જણાવ્યું છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


