અનુસૂચિત જનજાતિના યુવકો અને યુવતીઓ માટે યોગ તાલીમ કેમ્પ

0
28

યોગાસન તથા વ્યકિત વિકાસ કેમ્પમાં ચાર દિવસ તાલીમ અપાશે
નવસારી, તા. ૨૭
રાજયમાં વસતા અનુસૂચિત જનજાતિના યુવક યુવતીઓના સર્વાંગી વિકાસ માટે રાજય સરકારે તાલુકાકક્ષાએ વ્યકિતત્વ વિકાસ અને યોગાસન તાલિમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પ્રત્યેક તાલુકાકક્ષાએ યુવક-યુવતીઓ માટે નિયત કરેલા સ્થળે ૪ દિવસ માટે ૪૫ યુવક-યુવતીઓના વ્યકિતત્વ વિકાસ અને યોગાસન યોજવામાં આવશે. આ શિબિર દરમિયાન શિબિરાર્થીઓના વ્યકિતગત વિકાસ માટે યુવક મંડળની સ્થાપના, રચનાની પધ્ધતિ, પંચાયતી માળખાનો ખ્યાલ, નેતૃત્વ અંગેના ગુણોની ચર્ચા, સામાજિક દુષણો સામે વિરોધ, રાષ્ટ્રીય એકતા તેમજ યુવક-યુવતીઓની શકિતઓને રચનાત્મક માર્ગે વાળવા અંગે તજાજ્ઞો ઘ્વારા વિવિધ સમજ તેમજ માર્ગદર્શન આપવામાં આવશે.
શિબિરાર્થીઓના શારીરિક-માનસિક તેમજ આધ્યાત્મિક વિકાસ માટે યોગ શિક્ષકો ઘ્વારા વિવિધ પ્રકારના આસનોના પ્રત્યક્ષ જ્ઞાન ઘ્વારા સમજ આપવામાં આવશે. શિબિરાર્થીઓને શિબિરના સ્થળે આવવા-જવાનો પ્રવાસ ખર્ચ, ભોજન તેમજ નિવાસ ખર્ચ, ભોજન તેમજ નિવાસ ખર્ચ રાજય સરકાર ભોગવશે.
આ યોજનાનો લાભ ઇચ્છતા માત્ર અનુસુચિત જનજાતિના યુવક-યુવતીઓને જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી, સી બ્લોક, બીજામાળે, જિલ્લા સેવા સદન, જુનાથાણા, નવસારીનો સંપર્ક સાંધવાનો રહેશે. વધુ માહિતી માટે કચેરીનો ફોન નંબર (૦૨૬૩૭) ૨૮૦૬૬૩ તથા ઇ-મેઇલ dsonavsari28gmail.com સંપર્ક કરવા તેમજ તા.૦૯/૦૮/૨૦૧૯ સુધીમાં રસ ધરાવતા શિબિરાર્થીઓએ નામ નોંધણી કરાવવાની રહેશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY