નવસારી,તા.૩૦
નવસારીના ભાટ ગામના માછીમારો દરિયામાં હોડી ડૂબતા લાપતા બન્યા હતા. હોડીમાં સવાર ૫માંથી ૩ માછીમારો તરીને કિનારા સુધી આવી ગયા હતા જ્યારે અન્ય ૨ લાપતા બન્યા હતા. આ મામલે આજે સવારે કોસ્ટ ગાર્ડની ટીમ ભાટ ખાતે પહોંચી હતી. કોસ્ટગાર્ડ દ્વારા લાપતા માછીમારોને શોધવા માટે સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું.
બનાવની વિગત એવી છે કે ભાટ ગામના મેંદરભાટ ગામે હોડી પલટી હતી. ૬ માછીમારો દરિયામાં માછીમારી કરવા ગયા હતા. કાંઠા નજીક જ બોટ પલટતા ત્રણ માછીમારો દરિયામાંથી તરીને બહાર આવ્યા હતા જાકે, અંધારામાં બે માછીમારો લાપતા બન્યા હતા. વહેલી સવારે કોસ્ટગાર્ડની ટીમ આવી હતી અને તેમણે સર્ચ ઓપરેશન કર્યુ હતું.
કોસ્ટગાર્ડે અને બીલીમોરાના ફાયર ફાયટરની ટીમ દ્વારા સર્ચ આૅપરેશન કરવામાં આવ્યું હતું. સોમવારે રાત્રે ભાટ ગામના ૬ માછીમારો દરિયામાં ગયા હતા. ભરતી અને મોટા મોજાના કારણે તેમની હોડી પલટતા માછીમારો ડૂબ્યા હતા. ગામના સરપંચ ઠાકોર ભાઈ ટંડેલે જણાવ્યું હતું કે અમે તમામ ફિશિંગ બોટને મેસેજ આપ્યા હતા કે જા કોઈ લાપતા માછીમારો જાવા મળે તો જાણ કરે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




