
મુંબઈ,તા.૧૭
સિનિયર અભિનેત્રી નીના ગુપ્તાએ કહ્યું હતં, કે મને ક્યારેક થાય છે કે કાશ મારી અભિનય કારકિર્દી આજે શરૂ થઇ હોત… આજે સ્ત્રી ઘણી રીતે પગભર થઇ ચૂકી છે.
અનુભવ સિંહાની મુલ્ક ફિલ્મના પોતાના રોલ વિશે બોલતાં નીનાએ કહ્યું કે મુલ્કમાં મારો રોલ સમગ્ર પરિવારને સતત સાથે રાખતી મહિલાનો છે. જ્યારે પણ પરિવારનો કોઇ સભ્ય મુશ્કેલી અનુભવે છે કે તરત પરિવારની મુખ્ય મહિલા તરીકે એ બધાંને સાથે રાખવાના પ્રયાસો કરવા માંડે છે. બધાંના જજબાતને સમજે છે અને સૌને સાથે રાખે છે.
આ વર્ષના આરંભે પોતે લખેલી સ્ક્રીપ્ટ કહને કો હમસફર હૈં વિશે બોલતાં નીનાએ કહ્યું કે મારે તો આ સ્ટોરીમાં અભિનય પણ કરવો હતો પરંતુ એકતાએ મને કહ્યું કે આપણે નવોદિતોને ચમકાવીએ. એટલે મેં માત્ર લખવાની જવાબદારી સ્વીકારી.
આજે સ્ત્રી ઘણી રીતે પગભર થઇ ચૂકી છે. ઉચ્ચ શિક્ષણ મેળવીને સારા પગારની નોકરી કરે છે, લીવ ઇન રિલેશનશીપથી કે ડાઇવોર્સથી ડરતી નથી. પોતાના સ્વમાનને સાચવીને એ એકલી જીવવા પણ તૈયાર રહે છે. એ બધું જોતાં મને એમ લાગ્યું કે મારી કારકિર્દી અત્યારે શરૂ થઇ હોત તો કેવું સારું..! ૧૯૯૦ના દાયકામાં એણે સાંસ સિરિયલની સ્ટોરી લખી હતી અને એમાં અભિનય પણ કર્યો હતો.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"




