નેલ્લોર,તા.૧૪
આંધ્ર પ્રદેશના નેલ્લોર જિલ્લામાં મોબાઇલ ફોનથી ભરેલા એક ટ્રકને લૂંટારાઓએ નિશાન બનાવ્યો હતો. અજાણ્યા શખ્સોએ હાઇ-વે પર ટ્રક ડ્રાઇવરને ઢોર માર મારીને ટ્રકમાંથી મોબાઇલ ફોન લૂંટી લીધા હતા. ટ્રકમાં ભરેલા મોબાઇલ ફોનની કિમત ૧ કરોડ રૂપિયા હતી.
પોલીસે ઘટનાની જાણકારી આપતા જણાવ્યું હતું કે, મોબાઇલથી ભરેલો ટ્રકને નેલ્લોરના શ્રી સિટીથી કોલકાતા તરફ જઇ રહ્યો હતો. ડ્રાઇવરે જ્યારે આરામ કરવા માટે ટ્રકને હાઇ-વે પર રોક્્યો ત્યારે ચાર અજાણ્યા શખ્સોએ ડ્રાઇવરને ઢોર માર માર્યો હતો.
પોલીસે જણાવ્યું હતું કે, આ ઘટના દગાદાર્થી ગામની પાસેના હાઇવે પર બની હતી. ટ્રકમાં શાઓમી કંપનીના મોબાઇલ ફોન હતા જેની કિંમત એક કરોડ રૂપિયાહોવાનું કહેવાય છે. લૂટારાઓએ ચોરી કરેલા ટ્રકને ગોવરાવરમ ગામની પાસે રોકીને બીજા ટ્રકમાં મોબાઇલ ફોન ટ્રાન્સફર કરી લીધા હતા.
પોલીસને મતે આ લૂંટ પ્લાનિંગ સાથે કરવામાં આવી હતી. અને આમાં કંપનીનો જ વ્યક્તિ સામેલ હોઇ શકે છે. પોલીસે જણાવ્યું હતું કે, ચોરી થયેલા મોબાઇલ ફોનની કિંમત ૬ હજારથી ૧૪ હજારની વચ્ચે છે. પોલીસે આ મામલે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


