મારું કોઇ સાંભળતું નથી એટલે પછાત વર્ગોનાં કલ્યાણનો ચાર્જ યોગીને પાછો આપી દઇશ
લખનઉ,તા.૧૪
ઉત્તર પ્રદેશમાં ભાજપની યોગી આદિત્યનાથ સરકારને મોટો ઝકટો લાગ્યો છે. હકીકતમાં ઓમ પ્રકાશ રાજભરે મંત્રી પદ છોડવા માટે મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથને પત્ર લખ્યો છે. ઓપી રાજભરે પછાત વર્ગ કલ્યાણ મંત્રી પદ છોડવાની માંગ કરી છે. સુહેલેદેવ ભારતીય સમાજ પાર્ટીના પ્રમુખે ટ્વિટર રાજીનામાનો પત્ર પોસ્ટ કર્યો હતો.
પત્રમાં જણાવવામાં આવ્યું છે કે,તેઓ મંત્રાલયનો કાર્યભાર સોંપી રહ્યા છે, કેમકે રાજ્યની પછાત જાતિના પેનલના સભ્યોની નિમણૂકમાં તેમની માંગોને અવગણવામાં આવી છે. આ સિવાય તેમણે લખ્યું હતું કે, સરકાર દ્વારા શિષ્યવૃત્તિ અપેક્ષા મુજબ નહી ફાળવવામાં આવતા અને પછાત જાતિઓમાં ૨૭ કોટાની વહેંચણી સમાજીક ન્યાય સમિતિની રિપોર્ટ મુજબ ન કરાતા પછાત જાતિમાં રોષ છે. પછાત વર્ગના લોકોને મારાથી અપેક્ષાઓ છે. સરકાર દ્વારા તેમના હકોને અવગણવામાં આવે છે અને હું તેમને તેમના અધિકોરો અપાવવામાં નિષ્ફળ રહ્યો છું.
અગાઉ રાજભરે જણાવ્યું હતું કે, જા ભાજપ ૨૭ ટકા અનામત લાગુ કરવામાં નિષ્ફળ રહેશે તો તેમની પાર્ટી એનડીમાંથી નીકળી જઇશ. આ સિવાય તેમણે યુપીમાં તમામ ૮૦ બેઠકો ચૂંટણી લડવાની વાત કરી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



