શાહની શિવસેનાને ચીમકી : યુવતી કરવી છે કે નહિ….!!

0
210

મુંબઈ,તા.૨૩
લોકસભાની ચૂંટણી નજીક આવતી જાય છે તેમ તેમ રાજકીય પક્ષો સાથે રહેવું કે અલગ તે ચર્ચાઓ કરતા થઈ જાય છે. વર્ષોથી યુતિ હોવા છતાં દરેક ચૂંટણીએ આ વિષય ચર્ચાતો રહે છે. ૨૦૧૯ની લોકસભાની ચૂંટણી આવી રહી છે અને મહારાષ્ટ્રમાં કાંગ્રેસ અને એનસીપીએ હાથ મિલાવવાનું લગભગ નક્કી કરી નાખ્યું છે ત્યારે શિવસેના અને ભાજપ યુતિ મામલે હજુ સ્પષ્ટ નથી. મળતી માહિતી અનુસાર ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે શિવસેનાને અલ્ટિમેટમ આપ્યું છે અને ટૂંક સમયમાં નક્કી કરી જવાબ આપવા જણાવ્યું છે.
આવનારી લોકસભા અને વિધાનસભાની ચૂંટણીમાં યુતિ કરવી છે કે નહીં તે મામલે સ્પષ્ટ અને ઝડપી ઉત્તર આપવા શાહે સેનાને જણાવ્યું છે. સેના વારંવાર ભાજપ વિશે ઝેર ઓકે છે અને તેને વખોડવાનો ખ પણ મોકો છોડતી નથી.
ભાજપના અલ્ટિમેટમથી સેના તો દબાણ ભોગવે જ છે, પરંતુ જા સેના તૈયાર નહીં થાય તો લોકસભા અને વિધાનસભાની ચૂંટણી ભાજપે એકલા હાથે લડવી પડશે અને તે ભારે પડી શકે તેમ છે. મહારાષ્ટ્રમાં ભાજપના ૨૨, શિવસેનાના ૧૮ સાંસદ છે. જા બન્ને એકલા લડે તો સેનાને તો જારદાર ફટકો પડશે જ, પરંતુ ભાજપે પણ બેઠકો ગુમાવવી પડે તેમ જ મત વિભાજનને લીધે કાંગ્રેસ-એનસીપીને ફાયદો થવાની શકયતા છે.
શાહની મુંબઈ મુલાકાત બાદ ઘણા અહેવાલો વહેતા થયા છે. ભાજપ અને શિવસેનાના સ્થાનિક નેતાઓ પોતપોતાની વાત કહેતા રહે છે, પરંતુ રાષ્ટ્રીય સ્તરે નિર્ણય લેવામાં હજુ થોડો સમય લાગશે, તેમ લાગી રહ્યું છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY