અંક્લેશ્વર:
અંકલેશ્વર નેશનલ હાઇવે નંબર 8 નવજીવન હોટલનાં કંપાઉન્ડમાં પાર્ક કરેલી અને કાપડનો જથ્થો ભરેલી ટ્રકને તસ્કરોએ નિશાન બનાવી હતી,અને ટ્રક માંથી અંદાજીત 7 ટન જેટલો કાપડનો જથ્થો ચોરીને ફરાર થઇ જતા જિલ્લાનું પોલીસ તંત્ર દોડતુ થઇ ગયુ હતુ. કોલ્હાપુર થી અમદાવાદ જતી ટ્રકમાં કાપડનાં 16 નંગ મોટા રોલ હતા,ટ્રક ચાલક અંકલેશ્વર નેશનલ હાઇવે નંબર 8 નવજીવન હોટલનાં કંપાઉન્ડમાં ટ્રક પાર્ક કરી હતી.ત્યારે રાત્રી દરમિયાન તસ્કરોએ ટ્રકને ટાર્ગેટ કરી હતી.અને તાડપત્રી કાપીને અંદાજીત 7 ટન જેટલો કાપડનો જથ્થો ચોરીને ફરાર થઇ ગયા હતા.
ઘટના અંગેની જાણ ટ્રક ચાલક બેલીરામ માહેરસિંગ થોરી રહેવાશી રાજસ્થાનનાં ઓ ને થતા તેઓએ અંકલેશ્વર તાલુકા પોલીસને જાણ કરી હતી.ઘટનાની ગંભીરતા પારખીને ભરૂચ એલસીબી પોલીસ પણ દોડી આવીને તપાસ શરુ કરી હતી. ટ્રક માંથી આશરે 10 લાખનાં કાપડનાં જથ્થાની ચોરી થઇ હોવાનું ટ્રક ચાલક જણાવી રહયા છે.અને પોલીસ દ્વારા ચોરીનો ભેદ ઉકેલવા માટે નવજીવન હોટલનાં સીસીટીવી કેમેરાનાં ફૂટેજ મેળવીને તપાસ શરુ કરી છે. ઉલ્લેખનીય છે કે અંકલેશ્વર હાઇવે પર ટ્રક ચાલકો સહિત વાહન ચાલકોને લૂંટતી તેમજ ચોરીને અંજામ આપતી ગેંગ પુનઃ સક્રિય થઇ હોવાનું અનુમાન પણ લગાવવામાં આવી રહ્યુ છે.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"