એકલબારા અને સુલતાનપુરામાં હાજી પીર કયામુદ્દીન ચિશ્તીનો ઉર્સ યોજાશે

0
6

શરીફનું જુલૂસ, ભજન સંધ્યા, કવ્વાલી સહિતના વિવિધ કાર્યક્રમો બે દિવસ યોજાશે
સુરત, તા.૨૫
હિન્દુ-મુસ્લિમ એકતાના હિમાયતી મોટામિયાં માંગરોલના ગાદીના હાજી પીર મોટામિયાં ચિશ્તીનો સંદલ અને ઉર્સ ૨ અને ૩મેના રોજ માંગરોળના સુલતાનપુરામાં ઉજવાશે. આ પ્રસંગે સજ્જાદાનશીન હાજી કદીરૂદ્દીન બાવા અને હાજી રફીકુદ્દીનબાવા ઉપસ્થિત રહેશે.
માંગરોળના એકલબારા અને સુલતાનપુરામાં હાજી પીર કયામુદ્દીન ચિશ્તીનો ઉર્સ દર વર્ષે ઉજવવામાં આવે છે. આ વર્ષે ૨ અને ૩મેના રોજ ઝઘડીયા પાસે સુલતાનપુરામાં ઉર્સની ઉજવણી કરાશે. આ અંગે સ્વયંસેવક અસદ કલ્યાણીએ જણાવ્યું હતું કે હાજી કયામુદ્દીન ચિશ્તી હિન્દુ મુસ્લિમ એકતાના હિમાયતી હતા. તેઓ ગાયોની સેવા કરનાર તથા ઘેરઘેર ગાયો પાળવાનો બોધ આપી હિન્દુ મુસ્લિમ એકતાના હિમાયતી હતા. તેમની યાદમાં દર વર્ષે આ ઉર્સ શરીફ ઉજવવામાં આવે છે.
આ વર્ષે ઉર્સનો પ્રારંભ ૨મેના રોજ સવારે ૧૦ કલાકે કુઆર્ને શરીફથી થશે. ત્યારબાદ સવારે ૧૧ કલાકે અને સાંજે ૭ થી ૧૦ કલાકે લંગર, સાંજે ૪ કલાકે સંદલ શરીફનું જુલૂસ નીકળશે. રાતે ૧૧ કલાકે ભજન સંધ્યા યોજાશે. ત્યારબાદ ૩ મેના રોજ સવારે ૧૧ કલાકે અને સાંજે ૭ થી ૧૦ કલાકે લંગર યોજાશે. ત્યારબાદ રાત્રે અઝીમ નાઝાની કવ્વાલીનો કાર્યક્રમ યોજાશે. આ પ્રસંગે હાજી કદીરૂદ્દીનબાવા અને હાજી રફીકુદ્દીનબાવા ચિશ્તી હાજર રહી ભક્તોને આશીર્વાદ આપશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY