એફટીએ સાથે સંપર્ક થયા બાદ ભારતીય ખાતેદારની માહિતી આપવાનો માર્ગ સાફ
ન્યુ દિલ્હી,તા.૫
ભારત સરકારને ટૂંક સમયમાં જ સ્વિટ્ઝરલેન્ડ સ્થિત એચએસબીસી બેંકના ભારતીય ખાતેદારોની માહિતી મળી શકે છે. સ્વીસ અધિકારીઓએ કહ્યું કે એફટીએ સાથે સંપર્ક થયા પછી ભારતીય ખાતેદારોની માહિતી આપવાનો માર્ગ સાફ થઇ ગયો છે.
સ્વીટ્ઝર્લેન્ડની ફેડરલ કોર્ટે આ અંગે ઓગસ્ય ૨૦૧૮માં આદેશ આપ્યો હતો. એ પછી ખાતાઓની માહિતી આપવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. જાકે બેંકના બે ખાતેદારોએ આ આદેશને પડકાર્યો હતો કે ખાતાઓની જાણકારી ચોરીના ડેટા ઉપર આધારિત હતી. પરંતુ સ્વીસ કોર્ટે આ દાવાને ફગાવી દીધો હતો.
સૂત્રોના જણાવ્યા અનુસાર આશરે છ સપ્તાહ પહેલા એફટીએએ ભારતીય ખાતેદારોનો સંપર્ક કર્યો હતો. જાણવા મળ્યા મુજબ ભારતે એ ખાતો અંગેની જાણકારી માંગી છે. આ વ્યવસ્થા બંને દેશો વચ્ચે થયેલા ડબન ટેક્સેશન એગ્રીમેન્ટ અંતર્ગત આવે છે.
વર્ષ ૨૦૧૧માં ફ્રાન્સના અધિકારીઓએ ભારત સરકારને એ ૬૨૮ ભારતીયોની યાદી આપી હતી જેમના એચએસબીસી બેંકમાં ખાતા છે. તો ૨૦૧૫માં એક તપાસમાં બહાર આવ્યું હતું કે આવા ખાતેદારોની સંખ્યા ૧૧૯૫ છે. એ સમયે એક રિપોર્ટમાં બહાર આવ્યું હતું કે ૨૦૦૬-૦૭ દરમિયાન આ તમામના ખાતામાં ૨૫,૪૨૦ કરોડ રૂપિયાની રકમ જમા હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


