ન્યુ દિલ્હી,તા.૬
૮ ઓક્ટોબરે દશેરા છે અને દશેરાના દિવસે ભારતમાં શસ્ત્રપૂજન કરવાનો રિવાજ હોય છે.ભારતીય સેનાની ત્રણે પાંખ આ પરંપરા નિભાવે છે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ દર વર્ષે દશેરાના દિવસે શસ્ત્રપૂજા કરતા હોય છે.આ વખતે તેઓ રાફેલ વિમાનની ડિલિવરી લેવા માટે દશેરાના દિવસે ફ્રાન્સમાં હશે. જોકે એવા અહેવાલ મળ્યા છે કે, આ વખતે રાજનાથસિંહ દશેરાના દિવસે ફ્રાન્સમાં શસ્ત્રપૂજા કરશે. જેમાં રાફેલ પણ સામેલ હશે.
દશેરા પર્વ ભગવાન રામની રાવણ પરની જ નહી અચ્છાઈની બૂરાઈ પર પણ જીત છે.ભગવાન રામે આ દિવસે રાવણનો વધ કર્યો હોવાનુ મનાય છે.આ દિવસે શસ્ત્ર પૂજા કરવાનો રિવાજ વર્ષોથી ચાલ્યો આવે છે.રાજનાથસિંહ ગૃહ મંત્રી હતા ત્યારે પણ શસ્ત્ર પૂજા કરતા હતા.ગયા વર્ષે રાજનાથસિંહે બિકાનેરમાં બીએસએફના જવાનો સાથે દશેરાની ઉજવણી કરી હતી. શસ્ત્ર પૂજામાં પણ ભાગ લીધો હતો.
૮ ઓક્ટોબરે ફ્રાન્સમાં રાજનાથસિંહ રાફેલમાં ઉડાન ભરશે.૮ ઓક્ટોબરે વાયુસેના દિવસ પણ છે.રાજનાથસિંહ ભારત વતી પહેલુ રાફેલ વિમાન રિસીવ કરશે.તેમની સાથે વાયુસેનાના બીજા અધિકારીઓ પણ હશે.૯ ઓક્ટોબરે તેઓ પેરિસમાં ફ્રાન્સના મંત્રીઓ અને અધિકારીઓ સાથે મુલાકાત કરશે.રાફેલ જેટને ભારતની જરુરિયાત મુજબ તૈયાર કરાયુ છે.
રાફેલ ઉડાવવા માટે વાયુસેનાના કેટલાક પાયલોટોને ટ્રેનિંગ અપાઈ ચુકી છે.બીજા ૨૪ પાયલોટોને પણ તાલીમ અપાશે.જે ૨૦૨૦ મે સુધી ચાલશે.એ પછી રાફેલની પહેલી બેચ ૨૦૨૦માં ભારતીય વાયુસેનામાં સામેલ થવા ભારત આવી પહોંચશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


