પાકિસ્તાને મોઇન ઉલ હકની ભારતમાં પોતાના નવા રાજદૂત તરીકે નિમણુક કરી

0
23

ન્યુ દિલ્હી,તા.૨૧
પાકિસ્તાને મોઇન ઉલ હકને ભારતમાં પોતાના નવા હાઇ કમિશ્નર નિયૂક્ત કર્યા છે. હક હાલ ફ્રાન્સમાં પાકિસ્તાનના રાજદૂત છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાને સોમવારે ભારત, ચીન અને જાપાન સહિત ઘણા દેશોમાં પાકિસ્તાનના નવા કમિશ્નર, રાજદૂતની નિયુકિતને મંજૂર આપી છે.
પાકિસ્તાનના નવા વિદેશ સચિવ રૂપે સોહેલ મહમૂદની નિયુકિત બાદથી જ ભારતમાં પાકિસ્તાનના કમિશ્નરનું પદ ખાલી હતી. વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરૈશીએ એક વીડિયો સંદેશમાં કહ્યું, ‘નવી દિલ્હી, ભારત, ખુબ જ મહત્વપૂર્ણ છે. સલાહ-સૂચન બાદ મેં ફ્રાન્સમાં વર્તમાન રાજદૂત મોઇન ઉલ હકને નિયુક્ત કરવાનો નિર્ણય લીધો છે. તેમને દિલ્હી મોકલવામાં આવશે, આશા છે કે તે યોગ્ય બનશે’.
કુરૈશીએ કહ્યું કે ભારતમાં ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થવા જઇ રહી છે અને સંભાવના છે કે ચૂંટણી બાદ વાતચીત-સંબંધોને અવકાશ રહેશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY