ઇવીએમ મુદ્દે રાજ બબ્બરનું નિવેદન : ભાજપ છે કંઇ પણ કરી શકે

0
3

મથુરા,તા.૨૧
લોકસભા ચૂંટણીના પરિણામો પહેલાં એક્ઝિટ પોલનાં શોરબકોર વચ્ચે અચાનક ઇવીએમની સુરક્ષાને લઈને વિપક્ષ અને રાજકીય દળોનાં નેતાઓ આશંકિત દેખાઈ રહ્યા છે. મથુરા પહોંચેલા કોંગ્રેસનાં પ્રદેશ અધ્યક્ષ રાજ બબ્બરે કહ્યું છેકે, ભાજપ છે, કંઈ પણ કરી શકે છે. એક્ઝિટ પોલના પરિણામો વચ્ચે ઇવીએમ સાથે છેડછાડ પણ થઈ શકે છે.
રાજ બબ્બરે મંડી સમિતિ પરિસરમાં જ્યાં સ્ટ્રોંગ રૂમ બનાવ્યા છે, ત્યાંની સુરક્ષા વિશે ઓફિસરો પાસેથી જાણકારી લીધી હતી. સ્ટ્રોંગ રૂમની સુરક્ષા કેન્દ્રીય સુરક્ષા બળોને હવાલે છે. અને ખૂણે ખૂણે સીસીટીવી કેમેરા પણ લગાવેલાં છે. તો સાથે જ જ્યાં ઈફસ્ રખાયા છે. ત્યાં તમામ લોકો નિયમિત રીતે રાઉન્ડ લઈ રહ્યા છે. રાજ બબ્બરે કહ્યું હતુ કે, એક્ઝિટ પોલ ઉપર વિશ્વાસ ન કરી શકાય.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY