જયદેવ રાઉત સાયકલ યાત્રા દ્વારા સમગ્ર ભારતમાં પરિભ્રમણ કરશે
વલસાડ, તા.૨૬
સાયકલ યાત્રા દ્વારા રકતદાન માટે જાગૃતિ ફેલાવવા અને રક્તદાન મહાદાન ના સદેશને સમગ્ર ભારતમા સારિત કરવાના સનિષ્ઠ અને ઉમદા વિચાર લઈને વલસાડ આવેલા સાયકલયાત્રી જયદેવ રાઉતનુ વલસાડ માં જાહેર અભિવાદન અને સન્માન કરાયું હતું. જયદેવ રાઉત સાઇકલ લઇ બ્લડ ડોનેશનનો મેસજ આપવા માટે પમી ઓક્ટોબરે નીકળી વિવિધ રાજ્યોના પ્રવાસ ખેડી વલસાડમાં પહોîચ્યા હતા.
રક્તદાન જીવનદાન છે, રક્તદાન મહાદાન છે, આ સîદેશને પોતાના જીવનમા વણી લઇ કલકત્તા ખાતે શણની મિલમા સામાન્ય મિલ મજુર તરીકે કાર્યરત અને બ્લડ ડોનેશન એસોસિએશનના સભ્ય જયદેવ રાઉત કે જેઅો સ્વૈચ્છિક રક્તદાનની જાગૃતિ લોકોમા ફેલાવવા માટે સાયકલ ઉપર ૬ હજાર કિ.મી. પ્રવાસે તા.૧૯મી અોક્ટોબર, ૧૮ના રોજ નીકળી દેશભરના વિવિધ રાજયોના પરિભ્રમણ બાદ ગુજરાતમા આવ્યા છે. તા.૨૪ ડિસેમ્બરે બપોરે ૨૭૦૦ કિમી વાસ પૂર્ણ કરી તેઅો વલસાડ જિલ્લામાî આવી પહોચતા તેમને પ્રોત્સાહન આપવા તથા રક્તદાનની જાગૃતિ ફ્ેલાવવાના હેતુમા સહકાર આપવા જિલ્લાની તમામ બ્લડ બેકો તેમને આવકાર્યા છે.
જેના થમ ચરણમા વલસાડ રક્તદાન કેન્દ્ર ખાતે સîસ્થાના અને ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી વલસાડ જિલ્લા શાખાના માનદ મત્રી તથા ઇન્ડિયન સોસાયટી અોફ્ બ્લડ ટ્રાન્સફ્યુસન (ISBTI) વેસ્ટ ઝોનના ચેરમેન ડો. યઝદી ઈટાલીયા તથા સ્ટાફ્ સભ્યોએ જયદેવભાઇને આવકારી આ ઉમદા વિચાર માટે અભિનîદન પાઠવ્યા હતા.
તેમની રક્તદાન જન જાગૃતિ યાત્રા ફ્ેડરેશન અોફ્ બ્લડ ડોનર્સ એસોસિએશન દ્વારા આયોજીત કરવામાî આવી છે. તેઅો એક સામાન્ય મિલ મજુર તરીકે કાર્યરત છે, પણ એમના સમાજલક્ષી ઉચ્ચ વિચારો જેમાî સ્વચ્છતા, રક્તદાન જેવા વિષયની જન જાગૃતિ ફ્ેલાવવાનો દૃઢ નિશ્ચય સેવ્યો છે. તેમના કુટુબમા પત્ની અને એક ૧૯ વર્ષની દીકરી છે જે ભણતર સાથે ઘરમાî બાળકોને ટયુશન કરાવી પરિવારને મદદરૂપ થાય છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


