દેશમાં પહેલી વખત સ્ટ્રીટ ડોગને ટ્રેનિંગ આપીને ડોગ સ્ક્વોડમાં સામેલ કરાયો

0
6

ન્યુ દિલ્હી,તા.૨૦
અત્યાર સુધી પોલીસમાં વિદેશી બ્રીડના મોંઘાદાટ કૂતરાઓને ભરતી કરવામાં આવતા હતા. પરંતુ ઉત્તરાખંડ પોલીસે દેશમાં પહેલી વખત રસ્તા પર રખડતા દેશી કૂતરાને ડોગ સ્ક્વોડમાં સામેલ કર્યો છે. પોલીસે તેને ટ્રેનિંગ આપી ત્યારે તે વિદેશી બ્રીડના કૂતરાઓ કરતા પણ વધારે સારી રીતે અને ઝડપથી ટ્રેઈન થયો છે. સ્ટ્રીટ ડોગને ટ્રેનિંગ આપ્યા બાદ તે ઉત્તરાખંડ પોલીસનો સૌથી સ્ફૂર્તિલો ડોગ છે.
પોલીસે આ કૂતરાની સુંઘવાની શક્તીને પોતાની તાકાત બનાવીને પોતાના ડોગ સ્ક્વોડનો હિસ્સો બનાવી દીધો છે. સ્નિફર ડોગની ટ્રેનિંગ આઈટીબીપી ટ્રેનિંગ સેન્ટરમાં આપવામાં આવતી હોય છે. પરંતુ આ સ્ટ્રીટ ડોગને દેહરાદૂનમાં ટ્રેનિંગ આપવામાં આવી હતી. ૯ નવેમ્બરના રોજ પોલીસ લાઈનમાં યોજાયેલ સ્થાપના દિવસની પરેડમાં આ સ્ટ્રીટ ડોગે પોતાની શક્તિઓનું પ્રદર્શન પણ કર્યું હતું.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY