ન્યુ દિલ્હી,તા.૬
મારૂતિએ ભારત સહિત વિશ્વમાંથી સિઆજ, અર્ટિગા અને એક્સએલ૬ મોડલની ૬૩,૪૯૩ કાર રિકોલ કરી છે. આ બધી પેટ્રોલ સ્માર્ટ હાઈબ્રિડ(એસએચવીએસ) વેરિઅન્ટ વાળી કાર છે. તેની મોટર જેનરેટર યુનિટ(એમજીયુ)માં ખામી હોવાની શકયતા છે. કંપનીએ શુક્રવારે આ માહિતી આપી છે.
આ વર્ષે એક જાન્યુઆરીથી ૨૧ નવેમ્બર સુધી મેન્યુફેકચરિંગ થયેલી કાર રિકોલમાં સામેલ છે. કંપનીનું કહેવું છે કે જે કારમાં ખામી હશે તેને પાર્ટ્સ બદલવા માટે થોડો સમય રાખવામાં આવશે. આ સર્વિસ ફ્રીમાં આપવામાં આવશે. જે કારમાં ખામી હશે નહિ, તેને તાત્કાલિક પરત કરવામાં આવશે. કંપનીએ ગ્રાહકો સાથે સંપર્ક કરવાનું શરૂ કરી દીધું છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



