ડે-નાઇટ ટેસ્ટના વિરોધ પર ફરી વિચારણા કરવા આૅસ્ટ્રેલિયાની બીસીસીઆઈને અપીલ

0
8

ન્યુ દિલ્હી,તા.૭
ભારતની વિરૂદ્ધ ટેસ્ટ સીરીઝની પહેલી મેચમાં દર્શકોની કમીને જાતા ક્રિકેટ ઓસ્ટ્રેલિયા (સીએ) પરેશાન છે. તેમણે બીસીસીઆઈને ડે-નાઇટ ટેસ્ટના વિરોધ પર ફરી વિચારણા કરવાની અપીલ કરી છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ શુક્રવારના રોજ કહ્યું કે તેમણે આગળની મેચ માટે એડિલેડમાં દુધિયા રોશનીમાં રમવી જાઇએ. ઓસ્ટ્રેલિયાના અધિકારીઓએ કહ્યું કે ટેસ્ટના પહેલાં દિવસે મેદાનમાં ૨૩૮૦૨ દર્શક પહોંચ્યા, જે ૨૦૧૩મા આ મેદાનના ફરીથી નિર્માણ બાદ સૌથી ઓછા છે. આ ચિંતા કરનારી વાત છે.
ક્રિકેટ આૅસ્ટ્રેલિયાના મુખ્ય કાર્યકારી અધિકારી કેવિન રોબર્ટસને જ્યારે પૂછયું કે શું દર્શકોની ઓછી સંખ્યાએ તેમને એ વાત માટે પ્રેરિત કર્યા કે એડિલેડમાં ટેસ્ટ ક્રિકેટ ડે-નાઇટમાં રમાડવામાં આવે, તો તેમણે કહ્યું કે બિલકુલ પ્રશંસક શું ઇચ્છે છે આ ઘણું અગત્યનું છે અને તેની હાજર એ બતાવી પણ રહ્યું છે. પાછલા વર્ષોમાં અહીં મોટી સંખ્યામાં દર્શક હાજર છે.
ક્રિકેટ આૅસ્ટ્રેલિયાના મતે ગયા વર્ષે આ મેદાનમાં અશેજની પહેલી મેચ માટે ૫૫૦૦૦, આની પહેલાં દક્ષિણ આફ્રિકાની વિરૂદ્ધ મેચ માટે ૩૨૨૫૫ અને ન્યૂઝીલેન્ડની વિરૂદ્ધ ટેસ્ટના પહેલાં દિવસે મેદાનમાં ૪૭,૪૪૧ દર્શક હાજર હતા.
રાબર્ટસે કહ્યું કે તેમને આશા છે કે બીસીસીઆઈ ૨૦૨૦-૨૧મા આૅસ્ટ્રેલિયાના આગળની મેચ માટે ડે-નાઇટ માટે તૈયાર થશે. તેમણે કહ્યું કે અમે એવી જ આશા વ્યક્ત કરી રહ્યાં છીએ. અમે એક વખતમાં એક પગલું ભરીશું. અમે માનીએ છીએ કે ટેસ્ટને લઇ તેમનો દ્રષ્ટિકોણ અલગ છે. આશા છે કે પ્રશંસકોની ભાવનાઓને ધ્યાનમાં રાખીને આપણે ડે-નાઇટ ટેસ્ટમાં રમી શકીએ છીએ.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY