ચાબહાર પરિયોજનાના મહત્ત્વ પર અમેરિકાએ સમજદારી દર્શાવી : ભારત

0
24

ન્યુ દિલ્હી,તા.૯
ભારતે ચાબહાર બંદરના વિકાસ માટે અમેરિકાની પ્રશંસા કરી છે. વિદેશ મંત્રાલયના પ્રવકતા રવીશ કુમારે ગુરુવારે કહ્યુ કે ચાબહાર પરિયોજનાના મહત્વ પર અમેરિકાએ સમજદારી દર્શાવી છે. આખી વાત કઈ રીતની અસર કરે છે, એ ન કહી શકાય, એ આપણે જોવુ રહ્યુ તેમછતાં અમે અમેરિકા તરફથી ચાબહાર બંદરને પ્રતિબંધોમાંથી છૂટ આપવાની પ્રશંસા કરીએ છીએ.
ચાબહાર બંદરને ભારત, ઈરાન અને અફઘાનિસ્તાન સંયુક્ત રીતે વિકસિત કરી રહ્યા છે. આ ઈરાનના સિસ્તાન અને બલૂચિસ્તાન પ્રાંતમાં સ્થિત છે તથા હિંદ મહાસાગરના તટ પર છે. અમેરિકાએ ઈરાન સાથે તણાવ વચ્ચે હાલમાં જ કહ્યુ છે કે અમે ભારતે ચાબહાર બંદરના વિકાસની છૂટ આપી છે. જ્યાં સુધી આ નિર્માણમાં ઈરાનની રિવોલ્યુશનરી ગાર્ડ્સ કૉર્પ્સ એન્ગેજ ન થાય ત્યાં સુધી પ્રતિબંધોમાંથી છૂટ અપાતી રહેશે. ત્યારબાદ હવે ભારતના વિદેશ મંત્રાલયનુ નિવેદન આવ્યુ છે.
વિદેશ મંત્રાલયના પ્રવકતાએ પાકિસ્તાનના નનકાના સાહિબ પર ભીડના હુમલા અને પેશાવરમાં એક સિખ યુવકની હત્યા પર કહ્યુ કે પડોશી દેશમાં લઘુમતીઓ ભયમાં છે. પાકિસ્તાન આના પર ધ્યાન આપે અને બીજાને સલાહ આપવાનુ બંધ કરે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY