ન્યુ દિલ્હી,તા.૧૫
પૃથ્વીના સૌથી ધનિક વ્યક્તિ અને એમેઝોન કંપનીના સ્થાપક જેફ બેઝોસએ કહ્યું કે, કંપની પોતાની વૈશ્વિક પહોંચનો ઉપયોગ ૧૦ અબજ ડોલરનાં ‘મેક ઇન ઇન્ડિયા’ ઉત્પાદોની નિકાસ કરશે. દુનિયાની પ્રમુખ ઇ-કોમર્સ કંપની એમેઝોનએ ભારતનાં નાના અને મધ્યમ ઉદ્યોગોને ડિઝિટલ બનાવવા માટે એક અબજ ડોલર એટલે લગભગ ૭,૦૦૦ કરોડ રૂપિયાના રોકાણની પણ ઘોષણા કરી છે.
જેફ બેઝોસએ નાના અને મધ્યમ ઉદ્યોગો પર આયજીત એમેઝોનના સંભવ સમ્મેલનમાં સંબોધિત કરતા આ ઘોષણા કરી છે. બેઝોસએ કહ્યું કે, કંપની પોતાની વૈશ્વિક પહોંચ દ્વારા ૨૦૨૫ સુધીમાં ૧૦ અબજ ડોલરનાં ‘મેક ઇન ઇન્ડિયા’ ઉત્પાદોની નિકાસ કરશે. બે દિવસનાં આ સંમ્મેલનમાં એ વાત પર ચર્ચા કરવામાં આવશે કે કેવી રીતે નાના અને મધ્યમ ઉદ્યોગોને ટેક્નોલોજી પ્રત્યે જાગૃત કરી શકાય છે.
બેઝોસએ એવું પણ કહ્યું કે, ૨૧મી સદીમાં ભારત-અમેરિકાનું જોડાણ સૌથી મહત્વપૂર્ણ હશે. બેઝોસ આ અઠવાડિયે ભારતની યાત્રા પર છે. તેઓ ઉચ્ચ સરકારી અધિકારીઓ, ઉદ્યોગપતિઓ અને એસએમબી વેપારીઓ સાથે મુલાકાત પણ કરશે.
એમેઝોન અગાઉ જણાવ્યું હતું કે તેનું પ્લેટફોર્મ હજારો નાના વિક્રેતાઓ સહિત ઉદ્યોગસાહસિકોને રોજગાર પૂરો પાડે છે. જોકે સીએઆઇટી આ સાથે સહમત નથી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


