‘અમારી શેઠાણી દાન આપે છે, તમે પહેરેલા દાગીના જોશે તો આપશે નહીં’

0
81

‘માસી અમારી શેઠાણીને પચાસ વર્ષે છોકરો જન્મયો છે, તેથી બધાને દાન આપે છે’ તેમ કહીને લલચાવીને લઇ ગયા બાદ વેડરોડની ગુહિણીને તમારા ઘરેણા જોશે તો દાન આપશે નહીં, તેમ કહીને વ્હાઇટમ વ્હાઇટમમાં આવેલા યુવાનો દાગીના ઉતરાવી ફરાર થઇ ગયાનો કિસ્સો બન્યો છે. સુરત શહેરમાં અત્યાર સુધી પોલીસનો ધાક આપીને કે બંદોબસ્ત હોવાનું કહીને મહિલાઓને ઠગતી ટોળકીએ હવે નવી મોડસ ઓપરેન્ડી અપનાવી છે. અને સફેદ કપડામાં સજ્જ થઇને આવતા હોવાથી કોઇને શક પણ જતો નથી. આવો જ કિસ્સો વેડરોડની વિજય નગર સોસાયટીમાં રહેતા લીલાબેન રમેશભાઇ વઢવાણા (ઉ.વ.૪૫) સાથે બન્યો છે. તેઓ સફાઇકામ કરે છે. ગત સોમવારે બપોરે લીલાબેન વેડરોડના રિલાયન્સ મોલ નજીક ઉભા હતા, તે વખતે સફેદ કપડામાં સજ્જ બે યુવાનો તેમની પાસે આવ્યા હતા. અને કહ્યું કે, માસી અમારી શેઠાણીને પચાસ વર્ષે દિકરો જનમ્યો છે. તેની ખુશીમાં ગરીબોને દાન આપે છે, તમે અમારી સાથે ચાલો તમને પણ દાન અપાવીશું. તેમ કહીને લઇ ગયા હતા. થોડે દુર ગયા પછી બન્નેએ જણાવ્યું કે, તમોએ જે દાગીના પહેર્યા છે, તે શેઠાણી જોશે તો દાન આપશે નહીં. જેથી લીલાબેને કાનમાં પહેરેલી સોનાની બુટ્ટી, અડધા તોલાની સોનાની શેર કાઢીને પાકીટમાં મુકી દીધી હતી. બાદમાં પાકીટમાં મુકેલા રૂ.૨૦૦૦ મળી કુલ રૂ.૫૨,૦૦૦ની મત્તા ભરેલુ પાકિટ પેલા બન્ને ઠગોએ લઇને કહ્યું કે, તમો અહીં બેસો, અમારી શેઠાણીને બોલાવીએ છીએ એમ કહીને બન્ને છૂ થઇ ગયા હતા. થોડા સમય બાદ લીલાબેનને ભાન થતા તેમણે બન્ને ઠગ વિરૃધ્ધ ચોકબજાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY