ત્રિપુરામાં ૧૬૮ મતદાન મથકો પર ૧૨ મેનાં રોજ ફરી વખત મતદાન થશે

0
27

ન્યુ દિલ્હી,તા.૮
ત્રિપુરા પશ્ચિમ લોકસભાની સીટમાં ૧૬૮ મતદાન મથક પર ફરીથી ચૂંટણી યોજવામાં આવશે. ૧૧ એપ્રિલે મતદાન દરમિયાન કેટલાક પક્ષોએ હિંસા અને દોષારોપણનો આરોપ મુકિયો હતો.
આ પછી ચૂંટણી પંચે ત્રિપુરાના મુખ્ય ચૂંટણી અધિકારી અને તેના સુપરવાઇઝરના અહેવાલના આધારે નિર્ણય લીધો છે. પંચે પત્ર લખીને ત્રિપુરાના મુખ્ય ચૂંટણી અધિકારીને માહિતી આપી. પત્રમાં એવું કહેવામાં આવ્યું છે કે ત્રિપુરાના ૨૯ વિધાનસભા મતવિસ્તારમાં ૧૬૮ મતદાન બૂથ પર મતદાન રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અને ૧૨મી મેના રોજ ફરીથી મતદાન યોજવામાં આવશે.
૧૧ એપ્રિલના રોજ ચૂંટણી દરમિયાન, હિંસાના ઘણાં બનાવો સામે આવ્યા હતા. જેની સાથે એમએસીસીએ ઇસીને ફરિયાદ કરી હતી. જેમાં તેમણે મતદાન દરમિયાન શાસક બીજેપી પર આરોપ મુકિયો હતો કે તેણે ઓ હુમલો કરાવ્યો છે. જોકે ભાજપે આ આરોપને બરતરફ કર્યો હતો.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY