લોકસભા ની ચુંટણી સાથે રાજ્યમાં ચાર વિધાનસભા ની પેટા ચૂંટણીઓ યોજાવાની છે.ત્યારે ધ્રાંગધ્રા વિધાનસભા ની પણ ચૂંટણી યોજાવાની છે. આજરોજ ભાજપના સ્થાપના દિન નિમિત્તે ધ્રાંગધ્રામાં પણ કાર્યકર્તાઓનું સંમેલન રાખવામાં આવ્યું હતું. જેમાં પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ આઈ.કે.જાડેજા અનુસૂચિત જનજાતિના અધ્યક્ષ ગૌતમ ગેડિયા પ્રકાશ ભાઈ સોની ધ્રાંગધ્રા વિધાનસભા ના ભાજપના ઉમેદવાર પરસોત્તમ સાબરીયા હાજર રહ્યા હતા.આજના દિવસને યાદ કરતા કાર્યકર્તાઓ ને કહ્યું હતું કે આ પાર્ટી દ્વારા નાનામાં નાના કાર્યકર્તાઓની પાર્ટી છે. અને કોઈ પણ કાર્યકર્તા પાર્ટીનો અધ્યક્ષ છે. અને દેશના વડાપ્રધાન પણ બની શકે છે. આ પાર્ટી ના આગેવાનો દ્વારા શરુઆતમાં ખૂબ સંઘર્ષ કરવો પડ્યો છે. અને આજે પણ આ પાર્ટી માટે દેશની રક્ષા કરવી તે પહેલી ફરજ છે. અને આ પાર્ટી માં કોઈ વંશવાદ નથી. અને બધાને સાથે લઈ ને ચાલનારી પાર્ટી છે. અને આગામી ચૂંટણીમાં કેન્દ્ર અને રાજ્યની સરકાર ની વિવિધ યોજનાઓ થકી લોકો વચ્ચે જઈ અને આગામી ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર ને વિજયી બનાવી અને ફરી એકવાર નરેન્દ્રભાઈને વડાપ્રધાન બનાવવા માટે લોકોને આહવાન કરી. તેવી અપીલ કરી હતી.જયારે આઈ.કે. જાડેજા એ વધુ જણાવ્યું હતું કે પાર્ટીનું પહેલુ કામ રાષ્ટ્રીનું હીત છે. અને તેમને આજના દિવસે ડો. શ્યામા પ્રસાદ મુખરજીને યાદ કર્યા હતા. અને તેમના વિચારો કાર્યકર્તા ઓને જણાવ્યા હતા. સાથે અટલ બિહારી બાજપાઈજી,એલ.કે, અડવાણી, મુરલી મનોહર જોશી એ પક્ષ માટે કરેલ કામ અને પક્ષને આગળ લાવવા માટે તેમના પ્રયત્ન થકી આજે આ પાર્ટી મોટી બની છે. અને આગામી લોકસભાની સીટ અને ધ્રાંગધ્રા વિધાનસભા સીટ માં ભાજપના ઉમેદવાર ને વિજયી બનાવી. સાથે આપણું બુથ મજબૂત બુથ અને બુથના કાર્યકર્તાઓ કામે લાગી જવા સૂચન કરવામાં આવ્યું હતું. સાથે કોઈ વ્યક્તિ મહત્વનો નથી. પાર્ટી મહત્વની છે. માટે કોઈ વ્યક્તિ ચૂંટણી નથી જીતતો પણ પાર્ટી જીતે છે.
મયુર રાવલ હળવદ
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




