ગીતા રબારીનાં લોકડાયરામાં થયો ડોલરનો વરસાદ

0
20

સુરત,તા.૮
કડોદરામાં એક લગ્ન પ્રસંગમાં ગુજરાતી કલાકાર ગીતા રબારીને બોલાવવામાં આવ્યા હતા. જ્યાં લગ્નના રાત્રે એક ભવ્ય લોકડાયરોનું આયોજન કરવામાં આવ્યું હતું. હવે ગુજરાતી કલાકારોનો લોકડાયરો હોય અને ભીડ જોવા ના મળે તો નવાઇ લાગે. બસ અહીં પણ કંઇક આવું જ જાવા મળ્યું. કડોદરામાં જે ઘરમાં લગ્ન પ્રસંગ હતો, તે કુટુંબ એનઆરઆઈ હતું. તેમાં મોટી સંખ્યામાં અમેરિકાથી મહેમાનો આવ્યો હતો.
અમેરિકાથી આવેલા મહેમાનોને ગુજરાતી કલાકાર ગીતા રબારીનો લોકડાયરો એટલો પસંદ પડ્યો કે, ડાયરામાં ભારતીય ચલણી નોટો નહીં, પરંતુ અમેરિકન ડોલરનો વરસાદ કર્યો હતો. હાલ ગીતા રબારીના લોકડાયરામાં ડોલરનો જે રીતે વરસાદ થયો તે ચર્ચાનું કારણ બન્યો છે. સોશિયલ મીડિયા પર ગીતા રબારીના આ લોકડાયરાનો વીડિયો ખુબ જાવાઇ રહ્યો છે અને શેયર થઇ રહ્યો છે.
આ લોકડાયરાની એક ખાસ વાત તે છે કે, ગુજરાતી કલાકાર ગીતા રબારીનો લોકડાયરોમાં જે ડોલરનો વરસાદ થયો છે, અને જે રૂપિયા ભેગા થયા છે, તે તમામ ડોલર અને રૂપિયા સેનાના જવાનોને મોકલવામાં આવશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY