શ્રીલંકા બ્લાસ્ટની ઘટનાના કવરેજ માટે ગયેલા ભારતીય ફોટો જર્નાલિસ્ટની ધરપકડ

0
5

કોલંબો,તા.૩
શ્રીલંકામાં થયેલા સિરીયલ બોમ્બ વિસ્ફોટ પછી ત્યાંની પોલીસે ભારતમાં રહેતા એક ફોટો જર્નાલિસ્ટની ધરપકડ કરી છે. ફોટો જર્નાલિસ્ટનું નામ સિદ્દિકી અહેમદ દાનિશ છે અને તેના પર શાળામાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરવાનો આરોપ છે. દાનિશ બોમ્બ વિસ્ફોટ પછી કવરેજ માટે શ્રીલંકા ગયો હતો. તે એક ન્યૂઝ એજન્સી માટે કામ કરે છે અને દિલ્હીમાં રહે છે. તે નેગોમ્બો શહેરની શાળામાં અધિકારીઓ સાથે વાત કરવા માટે જબરદસ્તીથી પ્રવેશ કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો ત્યારે તેની ધરપકડ કરવામાં આવી હતી. .
પોલીસે જણાવ્યું કે તેના પર અનધિકૃત પ્રવેશ ચાર્જ લાગ્યો છે. નેગોમ્બોના મેજિસ્ટ્રેટે તેને ૧૫મી મે સુધી તેને રિમાન્ડ પર મોકલ્યો છે. સ્થાનિક મીડિયા અહેવાલ અનુસાર જર્નાલિસ્ટે બોમ્બ વિસ્ફોટમાં માર્યા ગયેલા વિદ્યાર્થીઓની માહિતી એકત્ર કરવા માટે શાળામાં પ્રવેશ કરવાનો પ્રયાસ કર્યો હતો. નોંધનીય છે કે શ્રીલંકામાં ઇસ્ટરના અવસર પર થયેલા સિરીયલ બોમ્બ વિસ્ફોટમાં ૨૫૦થી વધુ લોકો માર્યા ગયા હતા અને લગભગ ૫૦૦ લોકો ઘાયલ થયા હતા. શ્રીલંકાની ચર્ચ અને ફાઇવ-સ્ટાર હોટેલોમાં આ ધમાકા થયા હતા.
ઇસ્ટરની પ્રાર્થના માટે લોકો ચર્ચમાં ભેગા થયા હતા ત્યારે વિસ્ફોટ થયો હતો. ચર્ચની બહાર ભીડ હતી. વિસ્ફોટમાં ઘણા વિદેશી નાગરિકો પણ મૃત્યુ પામ્યા હતા. બોમ્બ વિસ્ફોટની શરૂઆત સવારે ૮.૩૦ વાગ્યે કોલંબો સ્થિત કોચ્ચિકાડેના સેન્ટ એન્થની ચર્ચથી શરૂ થઈ હતી, ત્યાર બાદ ઘણી હોટેલો અને ચર્ચમાં વિસ્ફોટ થયા હતા.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY