મુંબઈ,તા.૧૬
સલમાન ખાન ટૂંક સમયમાં ફિલ્મ ‘ભારત’ માં જાવા મળશે. આ ફિલ્મના શૂટિંગમાં આ બન્ને વ્યસ્ત છે. આ ફિલ્મમાં સલમાન ખાનની વિરુદ્ધ કૈટરિના કૈફ જાવા મળશે. પરંતુ ફિલ્મ સાથે જાડાયેલ એક ખૂબ રસપ્રદ માહિતી બહાર આવી રહી છે. આ ફિલ્મમાં સલમાન એક વ્યક્તિની ભૂમિકા ભજવશે, જે તેણે આ પહેલાં ક્યારેય ભજવી નથી.
સલમાન ખાન આ દિવસોમાં તેમની આગામી ફિલ્મ ‘ભારત’ ના શૂટિંગમાં વ્યસ્ત છે. એવું કહેવામાં આવે છે કે તે પહેલી વખત ફિલ્મમાં એક વૃદ્ધ વ્યક્તિની ભૂમિકા ભજવશે. આ પહેલા તેણે ક્્યારેય આવી રીતે ફિલ્મોમાં વૃદ્ધની ભૂમિકા ભજવી નથી. બોલિવૂડ લાઇફના અહેવાલે જણાવ્યું હતું કે, “સલમાન ખાન તેના પહેલી વખત વૃદ્ધની ભૂમિકા જાવા મળશે, તેના લૂક મા
ટે તેણે તેના પિતાની સલાહ લીધી છે. સલમાનના પિતાએ સલીમ ખાને એકથી વધારે ફિલ્મ કરી છે, એટલે સલમાને લાગે છે કે તે આ મામલામાં પિતા સલીમ ખાન સાથે ખૂબ સારી સલાહ લેશે.
સલમાન ખાન અને કૈટરિના કૈફની આ ફિલ્મ ઈદના પ્રસંગે રિલીઝ થશે. આ ફિલ્મને અલી અબ્બાસ ઝફર ડાયરેક્ટ કરશે. આ ફિલ્મમાં કૈટરિના અને સલમાન ઉપરાંત અનેક દિગ્ગદ કલાકાર પણ નજર આવશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





