ન્યુ દિલ્હી,તા.૯
ઇશરત જહાં એન્કાઉન્ટર કેસમાં IPS અધિકારી સતિષ વર્માને સુપ્રીમ કોર્ટે રાહત આપી છે. હવે સતિષ વર્મા વિદેશ યાત્રા કરી શકશે. સતિષ વર્માએ પુત્ર-પુત્રીને મળવા માટે વિદેશ જવા મંજૂરી માગી હતી. જે મામલે આજે સુપ્રીમે તેમને રાહત આપી છે.
સતિષ વર્મા ઇશરત જહાં એન્કાઉન્ટર કેસમાં તપાસ અધિકારી છે. જ્યારે તેમની વિરુદ્ધ ચાલતી ખાતાકીય તપાસના આધારે તેમને વિદેશ યાત્રાની મંજૂરી આપવામાં નહોતી આવી. ગૃહમંત્રાલયે તેમને આ અંગે મંજૂરી નહોતી આપી. જે બાદ સતિષ વર્માએ સુપ્રીમ કોર્ટમાં પુત્ર-પુત્રીને મળવા માટે વિદેશ જવા મંજૂરી માગી હતી.
બીજી બાજુ, ડીજી વણઝારા, એન કે અમીન તેમજ તરુણ બારોટ સહિત તમામ કોર્ટ સમક્ષ હાજર થયા હતા. ડીજી વણઝારા અને એન કે અમીનને કેસમાંથી મુકિત આપવામાં ના આવે તેવી વાંધા અરજી પર સ્પેશિયલ સીબીઆઈ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી.
સુનાવણી દરમિયાન ઇશરતના વકીલ તરફથી કોર્ટમાં વિરોધ કરવામાં આવ્યો હતો. ઇશરતના વકીલે કહ્યું હતું કે, સપ્લીમેન્ટરી ચાર્જશીટ હજી સુધી રેકડ પર લીધી નથી તો ચાર્જશીટને લઈને કોઈ નિર્ણય ના લઇ શકાય.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


