ન્યુ દિલ્હી,તા.૧૯
અમૃતસર નજીક જ્યાં નિરંકારી સત્સંગ સ્થળ પર આતંકવાદી હુમલો થયો છે તે સ્થળની પંજાબના મુખ્યમંત્રી અમરિન્દર સિંહ મુલાકાત લેવાના હતા.
જાકે વીઆઈપી કલ્ચર અને મુખ્યમંત્રીની ખુશામત કરવાની લ્હાયમાં તંત્ર મોતનો મલાજા જાળવવાનો પણ ભુલ્યો હતો. પ્રશાસને મુખ્યમંત્રી અમરિન્દરસિંહની મુલાકાત માટે જે સ્થળે હુમલો થયો છે ત્યાં રેડ કાર્પેટ બિછાવતા વિવાદ સર્જાયો હતો.
આ મુદ્દો મીડિયામાં ઉછળવા માંડતા તંત્રની સાન ઠેકાણે આવી હતી. આખરે કાર્પેટ બદલીને લીલા કલરની કરવામાં આવી હતી.
આશ્ચર્યની વાત એ છે કે જ્યારે તંત્રને આ અંગે પૂછવામાં આવ્યુ ત્યારે પોલીસે મીડિયા પર દોષનો ટોપલો ઢોળીને કહ્યું હતુ કે મીડિયાનો આગ્રહ હતો કે રેડ કાર્પેટ પાથરવામાં આવે.હવે મીડિયા જ પૂછે છે કે કાર્પેટની શું જરુર છે.
ઉલ્લેખનીય છે કે અમતૃસર હુમલા પાછળ આઈએસએઆઈનો હાથ હોવાના પૂરાવા સુરક્ષા એજન્સીઓને મળી રહ્યા છે.હેન્ડ ગ્રેનેડ હુમલા માટે તૈયારી આઈએસઆઈ દ્વારા જ કરાવવામાં આવી હતી અને આ માટે તાલીમ પણ આપવામાં આવી હતી.હેન્ડ ગ્રેન્ડ પંજાબમાં આતંકવાદીઓ માટે ફેવરિટ હથિયાર બની રહ્યું છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




