સુકમા,તા.૯
છત્તીસગઢમાં પોલીસને એક મોટી સફળતા મળી છે અહીં ૩૪ જેટલા નક્સલીઓ વારા પોલીસ સામે આત્મસમર્પણ કરવામાં આવ્યું છે. આ બધા જ નક્સલીઓએ સોમવારે સુકુમામાં પોલીસ સામે આત્મસમર્પણ કર્યું છે. આત્મસમર્પણ કરનારમાં મહિલા નક્સલી પણ શામિલ છે. આ લોકોએ સુકુમા એસપી સામે ઍરબોર ચોકીમાં આત્મસમર્પણ કર્યું છે.
આ બધા જ નક્સલીઓ પર હિંસાના બધા જ મામલા છે. તેવી સ્થિતિમાં આટલી મોટી સંખ્યામાં નક્સલીઓનું ચૂંટણી પહેલા આત્મસમર્પણ એક મોટી સફળતા માનવામાં આવી રહી છે. જણાવવામાં આવી રહ્યું છે કે ત્રણ દિવસ પહેલા ૬ એપ્રિલે પણ ૯ નક્સલીઓએ આત્મસમર્પણ કર્યું હતું. આત્મસમર્પણ કરતા નક્સલીઓ Îવારા જણાવવામાં આવ્યું હતું કે તેઓ પ્રશાશનની નીતિઓથી પ્રભાવિત થઈને આવું કરી રહ્યા છે અને તેઓ નક્સલીઓની ખોખલી વિચારધારાથી કંટાળી ચુક્્યા છે. એટલા માટે તેઓ સમાજની મુખ્ય ધારા સાથે જોડાવવા માંગે છે.
આપને જણાવી દઈએ કે સામાન્ય ચૂંટણીના પહેલા તબક્કાના ત્રણ દિવસ પહેલા જ નક્સલીઓનું આતમસમર્પણ એક મોટી સફળતા માનવામાં આવી રહી છે. ૧૧ એપ્રિલે પહેલા તબક્કાની ચૂંટણી થશે જયારે ૨૩ મેં દરમિયાન ચૂંટણી પરિણામ જાહેર થશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





