ન્યુ દિલ્હી,તા.૮
બિહારમાં સીટોની વહેંચણીને લઈને ચાલી રહેલી ખેંચતાણ ખતમ થઈ રહી નથી. રવિવારે નવી દિલ્હીમાં જેડીયૂની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક બાદ તસવીર બિલકુલ સ્પષ્ટ થઈ ગઈ છે. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, જેડીયૂએ કહયું કે ૨૦૧૯માં બીજેપીની સાથે ગઠબંધન ચાલું રહેશે. જા કે, બેઠકોની વહેંચણીને લઈને અત્યાર સુધી કોઈ સહમતિ સંધાઈ શકી નથી,.
સૂત્રોનું કહેવું છે કે, પાર્ટી નેતાઓને તે વાતનો અંદાજા છે કે ૨૦૦૯ની ફાર્મ્યુલા પર સહમતિ બનવી મુશ્કેલ છે, પરંતુ પાર્ટીને સમ્માનજનક બેઠકો મળશે. સાથે આરજેડીની બેઠકમાં નક્કી થયું છે કે ‘એક દેશ-એક ચૂંટણી’ના મુદ્દા પર તે બીજેપીનું સમર્થન કરશે. જા કે, જેડીયૂના નાગરિક સંશોધન બિલના મુદ્દા પર સંસદની અંદર બીજેપીનો વિરોધ કરવાનો નિર્ણય લીધો છે.
જેડીયૂ રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં પાર્ટી નેતા અને બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારને પાર્ટી હિતમાં કોઈ પણ નિર્ણય લેવા માટે અધિકૃત કરવાના સંબંધમાં પણ પ્રસ્તાવ પાસ કરવામાં આવ્યો છે. અહેવાલ મળી રહ્યા છે કે, બીજેપી અધ્યક્ષ અમિત શાહ આગામી અઠવાડિયે બિહાર પ્રવાસ કરશે. તે દરમિયાન પાર્ટી નેતા અને કાર્યકર્તાઓની સાથે ચૂંટણીની તૈયારીઓ પર ચર્ચા કરશે. તે દરમિયાન શાહ બિહારના સીએમ નીતીશ કુમાર સાથે મુલાકાત કરશે. સૂત્રોનું કહેવું છે કે બન્ને નેતાઓની મુલાકાતમાં સીટોની વહેંચણી પર અંતિમ મોહર લાગી શકે છે.
બેઠકમાં બિહારના નેતા અને કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહના નિવેદનને લઈને પણ નારાજગી જતાવી હતી. તમને જણાવી દઈએ કે, ગિરિરાજ સિંહ શનિવારે બિહારમાં થયેલી અથડામણના આરોપીઓની મુલાકાત દરમિયાન સરકાર પર હિન્દુઓને દબાવવાની માનસિકતા રાખવાનો આરોપ લગાવ્યો હતો. જે રીતે જીતૂજી અને કૈલાશજીને ફસાવવામાં આવ્યા છે, તે દુર્ભાગ્યપૂર્ણ છે. જ્યારે વર્ષ ૨૦૧૭માં રામનવમી દરમ્યાન તણાવ ફેલાયો હતો, ત્યારે તેમણે ક્ષેત્રમાં શાંતિપૂર્ણ માહોલ રાખવાનો પ્રયાસ કર્યો હતો. અકબરપુરમાં જ્યારે મા દુર્ગાની પ્રતિમા તોડી નાખવામાં આવી હતી, ત્યારે તેમણે એવું જ કર્યું હતું.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"


