મોદીને ફરીથી પીએમ બનાવવા સુરતી મહિલાઓએ ૧૦૮ કુંડીમાં યજ્ઞ કર્યો

0
5

સુરત,તા.૨૩
લોકસભાની ચૂંટણીનું રણશિગૂં ફૂંકાઇ ગયું છે. ત્યારે દેશની સમગ્ર પાર્ટીઓ સત્તા મેળવવા માટે એડિચોટીનું જાર લગાવી રહી છે. ગુજરાતમાં પણ પીએમ મોદીને ફરીથી સત્તામાં લાવવા માટે અનોખી રીતે આયોજન કરવામાં આવ્યું છે.
ત્યારે સુરતમા મહિલાઓ દ્વારા નરેન્દ્ર મોદી ફરીથી વડાપ્રધાન બને તે માટે ૫૩૨ મહિલાઓ દ્વારા ૧૦૮ કુંડીમા શનિ યજ્ઞ કરવામા આવ્યો હતો. જેમા તેઓએ શનિદેવને નરેન્દ્ર મોદીને ફરીથી લોકસભાની ચૂંટણી જીતાડવા માટે પ્રાર્થના કરી હતી.
મોદી વિચાર મંચ દ્વારા કાપોદ્રા સીધ્ધકુટિર મંદિરના સુર્ય પુત્રી તાપી તટે એક શનિ યજ્ઞનું આયોજન હાથ ધરવામા આવ્યુ હતુ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કાર્યશૈલીથી પ્રભાવિત અને ભ્રષ્ટાચાર મુક્ત ભારતના આશાવાદ સાથે પરમ ભગવતી સાધક તપોનિધી સંત સ્વામી શ્રી વિજયાનંદજી મહારાજની આગેવાનીમાં મોદી વિચાર મંચ દ્વારા આયોજીત ૧૦૮ કુંડીય યજ્ઞ સાંજે છ વાગ્યા સુધી ચાલ્યો અને ત્યારબાદ વિશાળ ભંડારાનું આયોજન કરવામાં આવ્યું. જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો મહાપ્રસાદનો લાભ લીધો.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY