રિક્ષા ચાલક અને ભાડાના ઘરમાં રહેતા પરિવારના છોકરાઓની સિદ્ધિ
સુરત, તા. ૯
આજે ધોરણ ૧૨ સાયન્સનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં વરાછામાં ભાડાના મકાનમાં રહેતા પરિવારના દીકરાએ બોર્ડની પરીક્ષામાં ઝળહળતી સિદ્ધિ મેળવી છે. આશાદીપ સ્કૂલમાં અભ્યાસ કરતા બલ્લર પરીબ મુકેસભાઈએ સ્માર્ટ રીતે મેહનત કરીને ૯૯.૯૯ પર્સેન્ટાઈલ મેળવ્યા છે.
૧૨ સાયન્સ પરીક્ષામાં ૯૯.૯૯ પર્સેન્ટાઈલ સાથે મેદાન મારનાર પરીબે જણાવ્યું હતું કે, એક વર્ષ સુધી રોજ ૧૦થી ૧૨ કલાક જેટલું વાંચન કરતો હતો. શિક્ષકોની મહેનત અને માતા-પિતાના સપોર્ટથી આ પરિણામ મેળવવામાં સફળતા મળી છે. ખૂબ મહેનત કરી આ સિદ્ધી હાંસલ કરી છે. જ્યારે પરીબ સોશિયલ મીડિયાથી ઘણો જ દૂર કર્યો હતો. અને તેની પાસે તો પર્સનલ મોબાઈલ ફોન પણ નથી.
પરીબે જણાવ્યું હતું કે, તેઓ મૂળ ભાવનગર જિલ્લાના તળાજાના બપાડા ગામના વતની છે. અને વર્ષોથી સુરતમાં વરાછા ખાતે ચીકુવાડી નજીક આવેલી નંદનવન સોસાયટીમાં રહે છે. પિતા મુકેશભાઈ રોલ પાલિસના ધંધા સાથે સંકળાયેલા છે. જ્યારે માતા હાઉસ વાઈફ છે.
હાર્ટ સર્જનના સ્વપ્ન જોતા પરીબે જણાવ્યું હતું કે, ધોરણ ૧૨માં બી ગ્રુપમાં ૯૫.૪૦ ટકા અને ૯૯.૯૯ પીઆર મેળવ્યા છે. અને એમબીબીએસની લાઈન લઈને હાર્ટ સર્જન બનવાની ઈચ્છા રાખે છે. પરીબે આ પરિણામ પાછળ શિક્ષકો અને માતા-પિતા અને બહેનોનો હાથ હોવાનું જણાવ્યું હતું.
સુરતમાં રીક્ષા ચાલકના દીકરીએ બોર્ડની પરીક્ષામાં ૯૧ ટકા મેળવ્યા છે. આઈએન ટેકરાવાલ સ્કૂલમાં અભ્યાસ કરતા શાહુ સુમિતે ૧૨ સાયન્સ એ-ગ્રુપની પરીક્ષામાં ૯૧ ટકા મેળવ્યા છે.
૧૨ સાયન્સ પરીક્ષામાં ૯૧ ટકા સાથે મેદાન મારનાર સુમિતે પરીબે જણાવ્યું હતું કે, એક વર્ષ સુધી રોજ અભ્યાસ સિવાય રોજ ૪ કલાક જેટલું વાંચન કરતો હતો. શિક્ષકોની મહેનત અને માતા-પિતાના સપોર્ટથી આ પરિણામ મેળવવામાં સફળતા મળી છે. પિતાએ જણાવ્યું હતું કે, અભ્યાસ નહીં કરે તો મારી જેમ રીક્ષા ચલાવવી પડેશે. જેથી ધોરણ ૧૦ પછી ખૂબ મહેનત કરી આ સિદ્ધી હાંસલ કરી છે.
મૂળ ઉતરપ્રદેશના રહેવાસી શિવકોશોરભાઈ શાહુ છેલ્લા ૩૦ વર્ષથી સુરતમાં રહે છે. અને રીક્ષા ચલાવી બે દીકરી અને એક દીકરાને ભણાવી રહ્યા છે.માતા પણ સામાન્ય કામ કરી પરિવારને આર્થિક રીત મદદરૂપ થઈ રહ્યા છે.
સુમનિતે જણાવ્યું હતું કે, ધોરણ ૧૦માં ૮૮ ટકા આવ્યા હતા. દરમિયાન મોટી બહેનને સેમિ ગવર્નમેન્ટમાં પ્રવેશ મળ્યો હતો. ત્યારે રૂપિયા વિના મારો અભ્યાસ અધુરો રહી જશે તેવું લાગ્યું હતું. અને પિતાએ પણ કહ્યું હતું કે, અભ્યાસ નહીં કરેતો મારી જેમ રીક્ષા ચલાવવી પડશે. જેથી સ્કૂલના અભ્યાસ બાદ ૪ કલાક જેટલો અભ્યાસ કરતો હતો. ફિઝીક્સ અને મેથ્સમાં સારી પકડ હોવાની વધુ માર્ક લાવવાનો પ્રયાસ કર્યો છે.
સુમિતે વધુમાં જણાવ્યું હતું કે, અભ્યાથી કંટાળો આવતે ત્યારે ક્રિકેટ અને ચેસ રમવાનું પસંદ કરતો હતો. અને મ્યુઝિક પણ સાંભળી લેતો હતો. હવે આગળ સોફ્ટવેર એન્જિનીયર બનવાની ઈચ્છા છે.અને એસવીએનઆઈટીમાં એડમિશન લેવું છે. અને અભ્યાસ પુરો થાય અટલે પહેલાં ઘરની આર્થિક પરિસ્થીતી સુધારવી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



